Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

વાઈબ્રન્ટ સમિટમાં આફ્રિકાના દેશોના ઘણાં પ્રતિનિધિઓ આવવાની જાહેરાત

વાઇબ્રન્ટ સમિટના કારણે ઓમિક્રોન વાઇરસની એન્ટ્રી થવાની આશંકા

 અમદાવાદ :વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ દક્ષિણ આફ્રિકામાંથી મળી આવેલા કોરોનાના નવા વેરિઅન્ટને ઓમિક્રોન નામ આપ્યું છે. નવા વેરિઅન્ટને લઇ વિશ્વભરમાં હડકંપ મચી ગયો છે. ત્યારે ભારતમાં મોદી સરકારે દેશભરમાં એલર્ટ આપ્યું છે.  દરમિયાન ગુજરાતમાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટના કારણે ઓમિક્રોન વાઇરસની એન્ટ્રી થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહીં છે.

દેશ-વિદેશથી મૂડી રોકાણ ગુજરાતમાં ખેંચી લેવવા માટે યોજવામાં આવનારી વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે પરદેશથી ઘણાં પ્રતિનિધિ મંડળો આવવાના છે. આ પ્રતિનિધિ મંડળ ઇન્વેસ્ટમેન્ટ લાવવાની સાથે સાથે ભારતમાં અત્યંત જોખમી ગણાતા ઓમિક્રોન વાઈરસને લઈ આવે તેવો પણ ખતરો રહેલો છે.

વાઈબ્રન્ટ સમિટમાં આફ્રિકાના દેશોના ઘણાં પ્રતિનિધિઓ આવવાની જાહેરાત કરાઈ છે. બીજીતરફ ગુજરાતનું પ્રતિનિધિ મંડળ વાઈબ્રન્ટ સમિટ માટે રૉડ શૉ કરવા માટે વિશ્વના જુદાં જુદાં દેશોમાં જવા ગઈકાલે જ નીકળી ગયું છે. તેઓ આગામી 5મી ડિસેમ્બર સુધી જુદાં જુદાં દેશોમાં ફરવાના છે.

આ દેશોના ભ્રમણ દરમિયાન તેમને પણ કોરોનાનો જોખમી મ્યુટન્ટ ગણાવો વાઈરસનો ચેપ લાગી જવાનો ખતરો રહેલો છે. તેમ જ તેમના રૉડ શૉને પગલે વિશ્વના જુદાં જુદાં દેશોમાંથી આવનારા પ્રતિનિધિ મંડળો પણ તેમની સાથે કોરોના વાઈરસને ખેંચી લાવે તેવી દહેશત છે.

 

(5:35 pm IST)