Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

સહકારીતાનું જનઆંદોલન ગુજરાતે શ્રેષ્ઠતા પૂર્વક પ્રસ્થાપિત કર્યું છે : અમિતભાઇ શાહ

અમિતભાઇએ અમૂલ ફેડ ડેરીના ૪૧૫ કરોડના ખર્ચે નિર્મિત ચાર અત્યાધુનિક નવા પ્લાન્ટનું લોકાર્પણ કર્યું : આજે અમૂલ વર્લ્ડ બ્રાન્ડ બની, ભારતને ૫ ટ્રિલિયન ડોલર ઇકોમોની બનાવવા દૂધ સહકારી પ્રવૃતિઓ ઉત્કૃષ્ટ યોગદાન આપશે : ભુપેન્દ્રભાઇ

ગાંધીનગર,તા. ૨૯: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે સ્પષ્ટ મત વ્યકત કર્યો છે કે સવાસો કરોડ જેવી વિશાળ જનસંખ્યા ધરાવતા દેશમાં સર્વગ્રાહી સર્વસ્પર્શી અને સર્વ સમાવેશી વિકાસમાં જન-જનને જોડવાનું સહકારીતાનુ શ્રેષ્ઠ મોડલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આપ્યું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે વિશ્વમાં વિકાસના દ્યણા મોડલ આવ્યા પરંતુ આર્થિક સક્ષમતા સાથે સૌને વિકાસની- ઉન્નતિની તક આપતું સહકારિતાનું મોડલ આઝાદીનાં ૭૫ વર્ષ પછી કોઈ પ્રધાનમંત્રીએ સરકારમાં પૂર્ણ પણે સહકારિતા વિભાગ શરૂ કરીને આપ્યું છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈએ ગાંધીનગર નજીક અમૂલ ફેડ ડેરીના ચાર અત્યાધુનિક નવા પ્લાન્ટ જે કુલ ૪૧૫ કરોડના ખર્ચે નિર્માણ થયા છે તેનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, સહકાર રાજયમંત્રી જગદીશભાઈ પંચાલ સહિત ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન સંલગ્ન વિવિધ ડેરીના ચેરમેન, વાઇસ ચેરમેન, અગ્રણીઓ અને સંદ્યના સભાસદો આ અવસરના સાક્ષી બન્યા હતા. અમિતભાઈ શાહે કહ્યું કે ,અમૂલે ૭૫ વર્ષ પહેલાં ૨૧ ગામોમાં શરૂ કરાવેલી સહકારી દૂધ ઉત્પાદન વેચાણ ની ચળવળમાં આજે ૧૮ હજાર ગામો ના ૩૬ લાખ લોકો જોડાયા છે અને સહકારીતાનું જનઆંદોલન ગુજરાતે શ્રેષ્ઠતા પૂર્વક પ્રસ્થાપિત કર્યું છે. તેમણે સ્પષ્ટ મત વ્યકત કર્યો કે આ ક્ષેત્રમાં દેશના અર્થતંત્રને ગતિ આપવાની જ નહીં પરંતુ દરેક ક્ષેત્રોને વિકાસમય બનાવવાની આગવી ક્ષમતા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમૂલના આ સહકારિતા મોડેલને સસ્ટેનેબલ અને લાંબાગાળાના સર્વગ્રાહી વિકાસનું શ્રેષ્ઠ મોડેલ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે આઝાદી પહેલા ગાંધીજી અને સરદારના માર્ગદર્શનમાં શરૂ થયેલી ગ્રામીણ ક્ષેત્રના દૂધ ઉત્પાદકોની પ્રવૃત્ત્િ। આજે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના નેતૃત્વમાં વટવૃક્ષ બની સહકારથી સમૃદ્ઘિનું ઉદાહરણ બની છે. ભૂપેન્દ્રભાઈ પટેલે ઉમેર્યું કે આજે અમૂલ વર્લ્ડ બ્રાન્ડ બની છે, અને અબાલ-વૃદ્ઘ સૌ કોઇ 'અમુલ દુધ પીતા હૈ ઇન્ડિયા'થી ભલી ભાંતિ પરિચિત થઈ ગયા છે.

સહકારી દૂધ ઉત્પાદન વેચાણની આ પ્રવૃત્ત્િ। ગ્રામીણ અર્થતંત્રને સક્ષમ બનાવીને પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરે છે. તેમણે જણાવ્યું કે ભારતને ૫ ટ્રિલિયન ડોલર ઇકોમોની બનાવવાના વડાપ્રધાનના વિઝનમાં પણ આ દૂધ સહકારી પ્રવૃત્ત્િ।ઓ ઉત્કૃષ્ટ યોગદાન આપશે.

(10:26 am IST)