Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

લગ્ન કરવા બન્યા મોંઘા : ગોર મહારાજ પણ ઉઘરાવી રહ્યા છે તગડી દક્ષિણા

બ્રાહ્મણોએ લગ્નવિધિની દક્ષિણામાં ૪૦ ટકાથી માંડીને ૫૦ ટકા સુધીનો વધારો કર્યો છે

અમદાવાદ તા. ૨૯ : કોરોનાના કારણે છેલ્લા ૨ વર્ષથી લગ્ન પ્રસંગ યોજાતા નહતા. જેના કારણે લગ્ન વિધિના વ્યવસાય સાથે સંકળાયેલા ગોર મહારાજ આર્થીક ભીંસમાં સપડાયેલા હતા. લગ્ન પ્રસંગની રોક હોવાથી લગ્ન વિધિ કરીને પોતાનું ગુજરાન ચલાવતા ગોર મહારાજનો વ્યવસાય પડી ભાંગ્યો હતો. પરંતુ હવે જયારે સરકારે લગ્ન પ્રસંગની મંજૂરી આપી હોવાથી ગોર મહારજોએ પોતાની લગ્ન વિધિની દક્ષિણમાં વધારો કરી દીધો છે.

કોરોનાના કારણે છેલ્લા ૨ વર્ષથી લગ્ન પ્રસંગ યોજાતા નહોતા. જેના કારણે લગ્ન વિધિના વ્યવસાય સાથે સંકળાયેલા ગોર મહારાજ આર્થીક ભીંસમાં સપડાયેલા હતા. પરંતુ હવે જયારે સરકારે લગ્ન પ્રસંગની મંજૂરી આપી હોવાથી ગોર મહારજોએ પોતાની લગ્ન વિધિની દક્ષિણમાં વધારો કરી દીધો છે. લગ્ન સિઝનની હવે પૂરબહારમાં હવે કર્મકાંડી બ્રાહ્મણોને રાહત થઈ છે. જોકે હવે બ્રાહ્મણોએ લગ્ન વિધિની દક્ષિણામાં ૪૦ ટકાથી માંડીને ૫૦ ટકા સુધીનો વધારો કર્યો છે.

કોરોનાં મહામારી પહેલા ગોર મહારાજની દક્ષિણા ઓછામાં ઓછી ૭ હજાર રૂપિયા હતી. જે વધીને હવે ૧૧ હજારથી વધુ કરવામાં આવી છે. કોરોનાના કારણે ગઈ સાલ ૭૦ ટકાથી વધારે લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા હતા. અને જે લગ્ન યોજાયા તે મોટા ભાગના કોર્ટ મેરેજ યોજાયા હતા. પરંતુ આ વર્ષે લગ્નની સીઝન ખુબજ સારી ખુલી છે. આવા પ્રસંગે હવે લોકો લગ્નના કપડાં, મ્યુઝીક સિસ્ટમ, કેટરિંગની સેવાઓની સાથે સાથે લોકોને હવે કર્મકાંડી બ્રાહ્મણોને પણ તગડી દક્ષિણા આપવી પડે છે.

કેટલાક કર્મકાંડી બ્રાહ્મણો લગ્ન વિધિના વિશેષ પેકેજ આપી રહ્યા છે. જેમાં બ્રાહ્મણ જ લગ્ન માટેના બાજોટ, છાણા, તાંબાની ચોરી તેમજ લગ્ન વિધિમાં ઉપયોગી તમામ ચીજ વસ્તુઓ સાથે લાવે છે. આ પેકેજ રૂપિયા ૫૧ હજારથી શરૂ થાય છે.  કોવિડના કારણે ઘણી પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. પરંતુ હવે કર્મકાંડી બ્રાહ્મણોએ પણ દક્ષિણા વધારી છે. અને લગ્ન કરવા જતાં નવદંપતી પણ હસતા હસતા વધુ દક્ષિણા ગોર મહારાજને આપી રહ્યા છે.

(10:26 am IST)