Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

સાગબારાના ટાવલ ગામમાં ઘર જમાઈએ સાસુને કોયતું મારી મારી નાંખવાની કોશિશ કરતા ફરીયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના સાગબારા તાલુકાના ટાવલ ગામમાં ઘર જમાઈ તરીકે રહેતા જમાઈએ સાસુને માર મારી મારી નાંખવાની કોશિશ કરતા સાસુએ જમાઈ વિરુદ્ધ ફરીયાદ કરી છે.
 મળતી માહિતી મુજબ ટાવલ ગામમાં રહેતા વસીબેન શંકરભાઇ વસાવાએ આપેલી ફરીયાદ અનુસાર તેમની છોકરી રંજીતા ઘરમા જમવાનું બનાવતી હતી તેઓ તથા તેમના જમાઇ શ્રાવણભાઇ જયસીંગભાઇ વસાવા તથા પતિ શંકરભાઇ ધનજીભાઈ વસાવા અમારા ઘરના ઓટલાના ભાગે હતા તે વખતે તેઓ ઘરમાંથી નીકળી બહાર આંગણામાં ઉભી રહી હતી તે વખતે જમાઇ શ્રાવણ તેમને ગમે તેમ ગાળો બોલતો હોય જેથી તેને કહેલું કે , એક તો તમે કોઇ કામ ધંધો કરતા નથી અને રખડયા કરો છો અને તમારા ચાર ચાર છોકરાઓને અમારે પાલવવુ પડે છે જેથી તેને ઘરમાંથી કાઢવો પડશે તેમ કહેતા જમાઇ એકદમ મનફાવે તેમ ગાળો બોલી કહેતો હતો કે , તુ ઘરની અંદર આવ મારે તને આજે તો પતાવી જ દેવી છે તેમ કહી અચાનક તેના હાથમાના કોષતા નો એક ઘા સાસુને માથાના ઉપરના ભાગે મારતા લોહી નીકળવા લાગેલ જેથી તેમણે બુમાબુમ કરતા છોકરી રંજીતા તથા અન્યો દોડી આવતા જમાઇ શ્રાવણ કોયતું ઘરમાં નાખી નાશી ગયો હતો નેથી વસીબેનને મારી નાખવાના ઇરાદે ધારદાર કોયતાનો એક ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી ખુન કરવાની કોશીષ કરવા બાબતે ફરિયાદ દાખલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:03 am IST)