Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

કણજી ગામના ખેતરમાં મહિલાએ ઝાડ પર ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ડેડીયાપાડા તાલુકાના કણજી ગામની સીમના ખેતરમાં એક મહિલાએ ફાંસો ખાઈ જીવનનો અંત આણતા પોલીસે તપાસ હાથ ધરી છે
મળતી માહિતી મુજબ રામજીભાઇ રૂલીયાભાઇ વસાવા (રહે,કણજી નિશાળ ફળિયું,તા,ડેડીયાપાડા જી.નર્મદા )એ પોલીસમાં કરેલી જાણ મુજબ રોજીતાબેન શંકરભાઇ દેવજીભાઇ વસાવા (ઉ,વ.૩૩) ( રહે,પીપલોદ તા,ડેડીયાપાડા) નાઓએ કોઈ અગમ્ય કારણોસર કણજી ગામે પોતાની જાતે આંબલીના ઝાડની ડાળી સાથે દોરડું બાંધી ગળે ટુપો ખાઈ આપઘાત કરી મોતને ભેટતા ડેડીયાપાડા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:04 am IST)