Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

રાજપીપળામાં રુદ્ર ચેરીટેબલ ટ્રસ્ટ શ્વાનના નવજાત બચ્ચાને સારવાર અપાવવામાં મદદરૂપ બન્યું

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળાના ટેકરા ફળીયા વિસ્તારમાં એક શ્વાનના નાનકડા બચ્ચાને સારવાર ની જરૂર જણાતા રાજપીપળા રુદ્ર ચેરીટેબલ ટ્રસ્ટના હોદેદારોએ પશુ હેલ્પલાઇનને કોલ કરી સારવાર અપાવી હતી.
રુદ્ર ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલકો દ્વારા અવાર નવાર સેવકાર્યો કરવામાં આવે છે જેમાં રખડતા શ્વાનના નવજાત બચ્ચાને માથાના ભાગે જીવાત પડતા ગુજરાત સરકાર તરફથી ફ્રી પશુ એમ્બ્યુલન્સ કાર્યરત છે જેને કોલ કરતા સ્થળ પર ડોક્ટરે આવી સારવાર આપી હતી આમ રુદ્ર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અમિતભાઇ વસાવા તથા સભ્યો દ્વારા વધુ એક સેવાકાર્ય પાર પાડવામાં આવ્યું હતું.

(11:07 am IST)