Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

તરોપા ખાતે ચાલતા પોલીસ પૂર્વ સ્પર્ધાત્મક તાલીમ કેમ્પની મુલાકાત લેતા સાંસદ મનસુખભાઈ વસાવા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા :તરોપા મુકામે શ્રી આર.એન દીક્ષિત હાઇસ્કુલ તરોપા અને શાબાશ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ચાલતા પોલીસ તાલીમ કેમ્પની સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા એ મુલાકાત લઈ તાલીમાર્થી ઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
 આ તબક્કે સાંસદનું સ્વાગત કરતા તરોપા શાળાના આચાર્ય નિલેશ વસાવાએ સાંસદની શિક્ષણ અને સમાજ માટે ની તેમની કામગીરીની છણાવટ કરી હતી.સંસદ સભ્યએ જણાવ્યું હતું કે આ તાલીમમાંથી આગળ વધવાનું જ છે પરંતુ એવી તૈયારી કરવાની છે કે આ તાલીમ ના તાલીમાર્થીમાંથી ભવિષ્યમાં IAS અને  IPS તૈયાર થાય સંસદ સભ્ય દ્વારા તાલીમાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવા માટેની બુકનું પણ વિતરણ કર્યું હતું.
તાલીમના બીજા સેશન દરમિયાન ડાંગ જિલ્લાના ડીવાયએસપી જગદીશભાઈ વસાવા, પૂર્વ તાલુકા પ્રમુખ જતીનભાઈ વસાવા, નિવૃત્ત Dy Sp એલ. એફ. વસાવા પણ ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને માર્ગદર્શન પુરું પાડ્યું હતું. આ તબક્કે ગામના આગેવાનો સતીષભાઇ પટેલ,  અરવિંદભાઈ ભગત, શૈલેષભાઈ વસાવા, નિલેષભાઈ પટેલ, તાલીમની નિશુલ્ક સેવા પૂરી પાડનાર જિલ્લા રમતગમત કોચ રાજેન્દ્રસિંહ રાઠોડ, શાબાશ  ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી જયંતભાઇ  અને રિટાયર ડીવાયએસપી વસાવા ભાજપના અગ્રણી કમલેશભાઈ પટેલ  તેમજ મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ  ઉપસ્થિત રહ્યા હતા.

(11:12 am IST)