Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

અમદાવાદ નજીક ઉદયપુરથી મુંબઈ જઈ રહેલી બસમાં 14 ફૂટ લાંબો અજગર મળતા ભાગમભાગ

બૂમોનો અવાજ સાંભળીને ડરી ગયેલો અજગર બસની થડમાં ઘુસી ગયો : ડ્રાઇવરે અમદાવાદ પાસેના એક ઢાબા પર બસ રોકી હતી

અમદાવાદ :ઉદયપુરથી મુંબઈ જઈ રહેલી ખાનગી બસમાં 14 ફૂટ લાંબો અજગર જોવા મળ્યો હતો. મળતા હેવાલ મુજબ અમદાવાદ પહોંચતા જ બસ ઢાબા પર જમવા માટે ઉભી રહી હતી. તે જ સમયે બસની અંદર 14 ફૂટ લાંબો અજગર જોવા મળ્યો હતો. બસમાં અજગરને જોઈને મુસાફરોમાં દોડધામ મચી ગઈ હતી. લગભગ 10 મિનિટ સુધી બસની અંદર અંધાધૂંધી રહી હતી. અવાજ કરતાં બધા મુસાફરો બસમાંથી બહાર ભાગવા લાગ્યા હતા.

જેસમંદ-સલુમ્બરથી એક ખાનગી બસ મુસાફરોને લઈને મુંબઈ જઈ રહી હતી. રસ્તામાં જમવા માટે ડ્રાઇવરે અમદાવાદ પાસેના એક ઢાબા પર બસ રોકી હતી. આ દરમિયાન બસમાં હાજર મુસાફરોએ એક લાંબો અજગર જોયો. જે બાદ ત્યાં શોરબકોર શરૂ થયો હતો. બસમાં અચાનક થયેલા હંગામાને કારણે ઘણા મુસાફરોને શું થયું તે સમજાયું નહીં. તે જ સમયે બૂમોનો અવાજ સાંભળીને ડરી ગયેલો અજગર બસની થડમાં ઘુસી ગયો હતો.

બસમાં હાજર લોકોએ અડધો કલાકની જહેમત બાદ બસમાંથી અજગરને બચાવી સલામત જંગલમાં છોડી દીધો હતો. અજગર બસમાંથી બહાર નીકળી જતાં મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.જેસામંદ-સલુમ્બરની બસ મુસાફરોને લઈને મુંબઈ જઈ રહી હતી. ડ્રાઈવરે બસને ઢાબા પર જમવા માટે ઉભી કરી દીધી. આ દરમિયાન બસમાં એક અજગર દેખાયો. અજગર દેખાતા જ બસમાં દોડધામ મચી ગઈ હતી. ઘણી મહેનત બાદ અજગરને બચાવીને જંગલમાં પરત મોકલી દેવામાં આવ્યો હતો.

આ દરમિયાન બસમાં એક અજગર દેખાયો. અજગર દેખાતા જ બસમાં દોડધામ મચી ગઈ હતી. ઘણી મહેનત બાદ અજગરને બચાવીને જંગલમાં પરત મોકલી દેવામાં આવ્યો હતો. જે બાદ તમામ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો

(11:14 am IST)