Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

પ્રાકૃતિક ખેતીથી જળ-જમીન-પર્યાવરણની રક્ષા થશે : ખેડૂતોની આવક વધારવા મજબુત વિકલ્પ : આચાર્ય દેવવ્રતજી

અડાલજ ત્રિમંદિર ખાતે ૭ દિવસીય પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષણ કાર્યશાળાનું ઉંદ્્ઘાટન કરતા રાજયપાલ

ગાંધીનગર, તા. ર૯ :  રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ અડાલજ ત્રિમંદિર ખાતે પ્રાકૃતિક કૃષિના સાત દિવસીય પ્રશિક્ષણ વર્ગના ઉંદ્્ઘાટન કરતા જણાવેલ કે, પ્રાકૃતિક કૃષિ માટે મોડલ સ્ટેટ તરીકે ગુજરાત દેશનું નેતૃત્વ કરશે. પ્રાકૃતિક ખેતીથી ખેતી ખર્ચ ઘટવાથી ખેડૂતોની આવક વધશે. સ્વાસ્થ્ય વર્ધક પાર્ક મળશે. જળ,જમીન અને પર્યાવરણની રક્ષા થશે.
તેમણે વધુમાં જણાવેલ કે પ્રાકૃતિક ખેતીથી ઉંત્પાદન ઘટવાની ચિંતા છોડી દો, ગુરૂકુળ કુરૂક્ષેત્રમાં તેમના માર્ગદર્શનમાં ર૦૦ એકરમાં થતી પ્રાકૃતિક ખેતીના અનુભવ અંગે વાત કરતા જણાવેલ કે વિધિપૂર્વક પ્રાકૃતિક ખેતીની કરવામાં આવે તો ઉંત્પાદન ઘટશે નહી અને પાણીની પણ બચત થશે. જમીનની ફળદ્રપતા વધશે. પર્યાવરણની રક્ષા થશે. કૃષિ ખર્ચ ઘટે છે. ઉંત્પાદનનો યોગ્ય ભાવ મળશે, જેથી ખેડૂતની આવક વધશે.
ગાયને સુક્ષ્મ જીવો અને ખનીજનો ભંડાર ગણાવતા દેવવ્રતજીએ જણાવેલ કે એક દેશી ગાયની મદદથી ૩૦ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી થઇ શકે છે. નરેન્દ્રભાઇએ ર૦રર સુધીમાં ખેડૂતોની ખેતી મજબૂત વિકલ્પ બનશે. ગુજરાતમાં બે લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે.

 

(11:31 am IST)