Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

ગ્રાન્ટના માધ્યમથી નગરપાલિકા અને મહાનગરપાલિકાઓ વધૂ આધુનિક અને વિકસીત બનીઃ ધનસુખ ભંડેરી

સુરત ઝોનના ૬ જિલ્લાની ૧૯ નગરપાલિકાઓની સમિક્ષા બેઠક

રાજકોટ તા. ર૯ : ભારતીય જનતા પાર્ટીની મજબુત ઇચ્છાશકિત અને સુદ્દઢ આયોજનના કારણે દેશ અને રાજયોમાં વિકાસકાર્યો અવિરતપણે આગળ ધપી રહ્યા છે. ત્યારે સમય બધ્ધ અને ગુણવતા યુકત વિકાસકામોથી ઇઝ ઓફ લિવીંગ વધ્યુ છે. અને લોકોનું જીવન સુવિધાસભર અને સરળ બન્યું છે.ે રાજયની ભાજપ સરકાર દ્વારા ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે. આ ગ્રાન્ટના માધ્યમથી ગુજરાતના નગરો અને મહાનગરોમાં અવિરત વિકાસથી આજે ગુજરાત અન્ય રાજયોની સરખામણીમાં આધુનિક અને વિકસીત ગુજરાત બન્યુ હોવાનું ગુજરાત મ્યુ.ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ડો.ધનસુખ ભંડેરીએે નગરપાલિકાઓની સમિક્ષા બેઠકમાં જણાવ્યું હતું.
સુરત ઝોનના ૬ જિલ્લા જેમા તાપી, નર્મદા, નવસારી, ભરૂચ, વલસાડ અને સુરત જિલ્લાની કુલ મળી ૧૯ નગરપાલિકાઓ જેમાં વ્યારા, સોનગઢ, રાજપીપળા, નવસારી, વિજલપોર, બીલમોરા, ગણદેવી, ભરૂચ, અંકલેશ્વર, જંજુસર, આમોદ, વલસાડ, વાપી, પારડી, ધરમપુર, ઉંમરગામ, બારડોલી, માંડવી, તરસાડી અને કળોદરા નગરપાલિકાઓના પદાધિકારી તથા અધિકારીઓની ઝોન બેઠક અંકલેશ્વર ખાતે મળી હતી.
આ બેઠકમાં માર્ગદર્શન આપતા ડો. ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું. કે ભાજપા સરકાર દ્વારા છેવાડાના માનવીને પ્રાથમિક સુવિધાઓની સાથોસાથ માળખાકિય સુવિધાઓ મળે તેવા આશયથી ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ ગ્રાન્ટનો પુરતા પ્રમાણમાં ઉંપયોગ થાય અને વિશાળ માર્ગો, પીવાનું શુધ્ધ પાણી, ભૂગર્ભ ગટર વ્યવસ્થા, બાગ-બગીચા, ફલાયઓવર જેવા વિકાસ કાર્યોથી ગુજરાતનાં શહેરો સ્માર્ટ બને અને તે માટે ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા આ દિશામાં સર્વ સમાવેશશ વિકાસની યોજનાઓ અમલમાં મૂકી છે.
નગરપાલિકાઓને ફાળવવામાં આવેલ ગ્રાન્ટ અંગે આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી અને આગામી સમયમાં ગ્રાન્ટનો પુરતા પ્રમાણમાં ઉંપયોગ થાય અને ઝડપથી નગરપાલિકાઓમાં વિકાસ કામોનું આયોજન અને અમલીકરણ થાય તે સુનિશ્ચિત કરવા અને ઝડપભેર વિકાસ કામોની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી ફાળવવામાં આવેલ ગ્રાન્ટથી યોજનાના તમામ વિકાસ કામો પૂર્ણ થાય તે અંગે આ રીવ્યુ બેઠકમાં ઉંપસ્થિત પદાધિકારી તથા અધિકારીઓ, નગરપાલિકાઓનાં પ્રમુખ, ઉંપ-પ્રમુખ, કારોબારી ચેરમેન અને ચીફ ઓફીસરો, એન્જીનીયરોને માર્ગદર્શન પુરુ પાડેલ હતું.
આ સમીક્ષા બેઠકમાં સીઇઓ પટ્ટણી, પ્રાદેશીક કમિશનર નગરપાલિકાની કચેરી સુરત ઝોનના કમિશનર અરદિં વિદ્યન, અધિક કલેકટર બાબુલ, સુરત ઝોનના સીનીયર અધિકારી પારસભાઇ, ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના નટુભાઇ દરજી, ધીરેનભાઇ, ભાવીનભાઇ તથા વિવિધ નગરપાલિકાઓના પ્રમુખ, ઉંપપ્રમુખ, કારોબારી ચેરમેન ચીફ ઓફીસરો એન્જીનીયરો ઉંપસ્થિત રહ્યા હતા.


 

(11:32 am IST)