Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

જે.પી.ગુપ્તા અમેરિકા રવાના : યુએસમાં રોડ શો કરશે : ગીફ્ટ સિટમાં રોકાણનાં ફાયદા સમજાવશે

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા જે.પી.ગુપ્તાના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ USA ની મુલાકાતે

અમદાવાદ : આગામી 10 થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનાર દસમી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા JP ગુપ્તાના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ USA ની મુલાકાતે ગત શુક્રવારે મોડી રાત્રે રવાના થયું છે . 12 જેટલા ઉદ્યોગકારો સાથે અમેરિકા રવાના થયેલા ગુપ્તા અમેરિકામાં રોડ શો કરશે.

ગુપ્તા 12 ઉદ્યોગકારો સાથે ન્યૂયોર્ક , વોશિંગ્ટન ડીસી, અને સાન ફ્રાન્સિસ્કો ખાતે રોડ શો કરશે .રાઉન્ડ ટેબલ ચર્ચાઓ કરશે. બ્લૂમબર્ગના સ્થાપક અને સીઇઓ માઇક બ્લૂમબર્ગ ને પણ તેઓ મળવાના છે ..વાઇબ્રન્ટ ગુજરાત અને ગિફ્ટ સિટીમાંરોકાણ માટે તેઓ માઇક સાથે વાતચીત કરશે. વોશિંગ્ટન ડીસીમાં વિશ્વ બેંક, IFC અને MIGA ના વરિષ્ઠ પ્રતિનિધિઓને પણ ગુપ્તા - ભારતીય ઉદ્યોગકારો નાપ્રતિનિધિ મંડળ સાથે મળશે.

 

રાજ્ય સરકારે ગત સોમવાર થી વિવિધ કંપનીઓ સાથે એમઓયુ કરવાની શરુઆત કરી છે . પહેલી ઓમઓયુ સેરેમની ઇન્ડેક્સ બી એ કર્યા બાદ હવે તમામ જવાબદારી જીઆઇડીસી ના એમ.ડી.એમ.થેન્નારસન પર નાંખી દેવાઇ છે .. તેમને વાઇબ્રન્ટ સમીટ ના લાર્જેસ્ટ સેક્ટરના ઓમઓયુ નોડલ ઓફિસર બનાવી દેતા હવે આગામી દર સોમવારે થનાર બાકીની તમામ એમઓયુ સેરેમની એમ.થેન્નારસનની આગેવાનીમાં થશે. લાર્જેસ્ટ સેકટર અંતર્ગત ૫૦૦ કરોડ થી ઉપરના તમામ એમઓયુ ની જવાબદારી હવે એમ. થેન્નારસન ની રહેશે. જોકે, થેન્નારસન ઓલરેડી કામના બોજનામાર્યા અધિકારી છે - ઉપર થી નોડલ ઓફિસર ની જવાબદારી આવી પડતા - હવે એમને રાત ઓછી ને વેશ ઝાઝાની પરિસ્થિતિ સર્જાઇ છે.

(12:57 pm IST)