Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

સરકારે ૧,૨૯,૧૦૪ ખેડૂતોને તેડાવ્યા,માત્ર ૧૨૨૯૬ ખેડૂતોએ મગફળી વેચી

ટેકાના ભાવે ખરીદીનું ૫૬ ટકા કામ પૂર્ણ થઈ ગયું

રાજકોટ, તા. ૨૯ :. રાજ્ય સરકારે નાગરિક પુરવઠા નિગમના માધ્યમથી લાભ પાંચમથી શરૂ કરેલી ટેકાના ભાવે મગફળીની ખરીદીનુ કામ ગતિથી આગળ વધી રહ્યુ છે. આજે બપોર સુધીમાં ૫૬ ટકા જેટલુ કામ પૂર્ણ થયુ છે. કુલ ૨,૨૭,૬૮૬ ખેડૂતોની નોંધણી માન્ય રહેલ. જેમાંથી આજ બપોર સુધીમાં ૧,૨૯,૧૦૪ ખેડૂતોને બોલાવાયેલ. તે પૈકી કુલ ૧૨૨૯૬ ખેડૂતોએ સરકારને મગફળી વેચી છે. ૫૫૪ ખેડૂતોની મગફળી અમાન્ય રહી છે.

સરકારે અત્યાર સુધીમાં ૨,૩૦,૨૮૮.૭૦ કવીન્ટલ ખરીદી કરી છે. જેમાં રાજકોટ જિલ્લાના સૌથી વધુ ૨૫૪૮ ખેડૂતોનો સમાવેશ થાય છે. બીજા ક્રમે ૧૯૨૯ ખેડૂતો સાથે ગીર સોમનાથ જિલ્લો છે. ખુલ્લા બજારમાં મગફળીના સારા ભાવ સરળતાથી મળતા હોવાથી ખેડૂતોને ટેકાના ભાવનું આકર્ષણ ઓછુ થઈ ગયુ છે.

(3:30 pm IST)