Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

અભિનેતા સલમાન ખાન અમદાવાદ સાબરમતી આશ્રમની મુલાકાતે

અમદાવાદઃ બોલીવુડના અભિનેતા સલમાન ખાને આજે અમદાવાદ ખાતે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી અને રેંટીયો  પણ કાત્યો હતો. આ તકે મોટી સંખ્યામાં સિનેરસીકો ઉપસ્થિત રહયા હતા અને સલમાન ખાનનું અભિવાદન કર્યુ હતું. સલમાન ખાને હાથમાં સુતરની આંટી રાખી હતી. સલમાન ખાનની ફિલ્મ અંતિમ થોડા દિવસ પહેલા જ રિલીઝ થઇ છે અને બોકસ ઓફીસ પર તે સુપર હિટ રહી છે. ત્યારે સલમાન અમદાવાદ આવ્યો છે અને ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધી આશ્રમમાં તેણે રેંટિયો પણ કાત્યો હતો.  ભાઇજાને તેના સાળા આયુષ શર્મા સાથે અંતિમ નામની ફિલ્મ કરી છે અને તેના જ પ્રમોશન માટે તે અમદાવાદની મુલાકાતે આવ્યો છે. ભાઇજાનની એક ઝલક માટે ફેન્સે પડાપડી કરી દીધી હતી. અંતિમ એ એક મરાઠી ફિલ્મની રિમેક છે.  સલમાને જ્યારે ગાંધી આશ્રમની મુલાકાત લીધી ત્યારે તેનું પણ સુતરની આંટીથી સન્માન કરવામાં આવ્યું હતુ પરંતુ સલમાને ગળાની જગ્યાએ હાથમાં લકીની જેમ તે આંટી પહેરી હતી અને તે પહેરીને જ આખા આશ્રમની મુલાકાત લીધી હતી. સલમાનની એક ઝલક જોવા માટે ફેન્સ ગાંડાતૂર બન્યા હતા. પોતાનો ફેવરિટ સ્ટાર અમદાવાદમાં પોતાની નજરો સામે હોય તો ફેન્સ કેવી રીતે શાંત રહી શકે. તેને જોવા માટે લોકોએ પડાપડી કરી હતી. બેરિકેટ તોડી દેવામાં આવ્યા હતા અને આશ્રમમાંથી નીકળતા સમયે સલમાનની ગાડીને લોકોએ ઘેરી લીધી હતી.જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલઃ કેતન ખત્રી, તસ્વીરઃ ગૌરવ ખત્રી-અમદાવાદ)

(3:30 pm IST)