Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

ગાંધીનગર નજીક અંબાપુર ગામે વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે બુટલેગરને ઝડપી પાડયો

ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક અંબાપુર પાસે ખેતરની કીનારી ઉપર વિદેશી દારૃનો જથ્થો સંતાડી રખાયો હોવાની બાતમીના આધારે અડાલજ પોલીસે દરોડો પાડીને વિદેશી દારૃની ૮૯ બોટલો કબ્જે કરી લીધી હતી. જો કે આ બોટલો સંતાડનાર બુટલેગર પોલીસના હાથમાં આવ્યો નહોતો. ૩૬ હજારનો મુદ્દામાલ કબ્જે કરીને પોલીસે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.  

ગાંધીનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દોડી રહી છે ત્યારે અડાલજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે અંબાપુર ગામની સીમના કાચુ છાપરુ આવેલું છે અને ખેતરની વાડના કિનારે અડાલજ ગામમાં મહાદેવવાસમાં રહેતા સંજય ઉર્ફે ભાણો ગફુરજી ઠાકોરે વિદેશી દારૃનો જથ્થો સંતાડયો છે જે બાતમીના પગલે પોલીસ ટીમ આ ખેતરમાં પહોંચી હતી અને ખેતરના કિનારે પોલીસે વિદેશી દારૃની છ પેટી તેમજ ખુલ્લી ૧૭ બોટલો મળી કુલ ૮૯ બોટલો મળી આવી હતી. જો કે દારૃ સંતાડનાર સંજય ઉર્ફે ભાણો પોલીસને મળી આવ્યો નહોતો. પોલીસે તેની સામે પ્રોહીબીશન એકટનો ગુનો દાખલ કરીને ૩૬ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેના પકડાયા બાદ જ ખબર પડશે કે આ દારૃનો જથ્થો કયાંથી લાવવામાં આવ્યો હતો અને કોને કોને આપવામાં આવી રહયો હતો.

(5:35 pm IST)