Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

ગાંધીનગર નજીક ચિલોડ-હિંમતનગર હાઇવે પર પોલીસે કન્ટેનરમાં પાર્સલની આડમાં છુપાવીને લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડયો

ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર વિદેશી દારૃની હેરાફેરી વધી છે ત્યારે કન્ટેનરમાં પાર્સલની આડમાં જયપુરથી નડીયાદ લઈ જવાતા વિદેશી દારૃના જથ્થાને ચંદ્રાલા પાસેથી ચિલોડા પોલીસે ઝડપી લીધો હતો અને પાર્સલ મોકલનાર અને મંગાવનાર વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી વિદેશી દારૃની ૪ર બોટલ કબ્જે કરી લીધી હતી. આ વિસ્તારમાં આ પ્રકારે વધેલી દારૃની હેરાફેરીથી પોલીસ વાહનચેકીંગમાં વધારો કરી રહી છે.    

રાજયમાં દારૃબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે પોલીસ દારૃના જથ્થાને પકડવા માટે સતત વાહનચેકીંગ કરી રહી છે ત્યારે બુટલેગરો નવા નવા કિમીયા અપનાવીને દારૃના જથ્થાને ઘુસાડી રહયા છે. ખાસ કરીને હવે ખેપિયાઓ મારફતે લકઝરી બસ કે એસટી બસમાં દારૃની હેરાફેરી થઈ રહી છે તો ઘણા કિસ્સામાં પાર્સલના કન્ટેનરમાં ચીજવસ્તુઓની આડમાં દારૃ ઘુસાડાઈ રહયો છે. ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર પોલીસ ટીમ ચંદ્રાલા પાસે વાહન ચેકીંગમાં હતી તે દરમ્યાન એચઆર-પપ-ડબલ્યુ-૪૯૨૬ નંબરનું કન્ટેનર પસાર થતાં તેને ઉભું રાખ્યું હતું અને તેમાં તપાસ કરતાં અલગ અલગ પાર્સલ હતા જે પૈકી બે પાર્સલ શંકાસ્પદ લાગતાં તેમાં ખોલીને જોતાં ઈલેકટ્રીક સામાનની આડમાં વિદેશી દારૃની ૪ર બોટલ મળી આવી હતી. જયપુરના મહાલક્ષ્મી ઈલેકટ્રીકસમાંથી આ પાર્સલ નડીયાદના ક્રિષ્ના માર્કેટીંગ આરડી ટ્રેડીંગ ખાતે મોકલવાના હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે પાર્સલ મોકલનાર અને મંગાવનાર સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો દાખલ કરી ૪પ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. 

 

(5:36 pm IST)