Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

ગળતેશ્વર તાલુકાના ડાભસર નજીક અલગ અલગ જગ્યાઓને નિશાન બનાવી તસ્કરોએ લાખોની મતાની ઉઠાંતરી કરતા તપાસ હાથ ધરવામાં આવી

નડિયાદ : ગળતેશ્વર તાલુકાના ડાભસર ગામે ચાર અલગ અલગ જગ્યાઓ પર તસ્કરો ત્રાટકયા હતા.ચાર જગ્યાઓ પર થયેલ ચોરીમાં આશરે ૧૭૦૦ રૂપિયાની ચોરી કરી હતી.જ્યારે ત્રણ સ્થળો પર કશુ હાથમાં ન આવતા ખાલી હાથે પરત ફર્યા હતા. 

શનિવારની મોડી રાતે ડાભસર ગામે અજાણ્યા ચોર ત્રાટકયા હતા. અદ્યતન સાઘનો સાથે આવેલા અજાણ્યા ચોરોએ કટરોથી તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ ચારેય જગ્યાઓ પર તસ્કરોને ફેરો માથે પડયો હોવાનુ સ્થાનિકો જણાવી રહ્યા છે. ડાભસર ગામના શનિવારની મોડી રાતે ચાર અલગ અલગ જગ્યાઓ પર ચોરીના બનાવો બન્યા હતા.જેમાં ચોરીના પ્રથમ બનાવ ગામના પટેલ ફળિયામાં આવેલ સ્વ.જયંતિભાઇ પટેલના બંધ મકાનની જાળીના તાળા કટરથી તોડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પડોશી જાગી જતા ત્યાથી ચોરો ફરાર થઇ ગયા હતા. આ બાદ રંજનબેન પટેલના ઘરની પાછળ આવેલી જાળીનુ તાળુ કટરથી તોડયુ હતુ. પરંતુ ઘરમાંથી કશુ ન મળતા ખાલી હાથે પરત ફર્યા હતા. ગામની ભાગોળમાં આવેલ દુધમંડળી પાસેના સોલંકી ફળિયામાં રહેતા નિવૃત કર્મચારી પર્વતસિંહ સોલંકીના ઘરની પાછળ આવેલા તમાકુના ખેતરમાંથી ઘરનુ તાળુ કાપ્યુ હતુ.ત્યાથી ગરમ ધાબળા અને લોખંડનુ ધારીયુ લઇ ગયા હતા.બીજુ કઇ હાથ લાગ્યુ ન હતુ.

(5:37 pm IST)