Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

ખેડા જિલ્લામાં બે અલગ અલગ સ્થળે ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 7 શકુનિઓને ઝડપી પાડયા

નડિયાદ : ખેડા જિલ્લામાં બે અલગ અલગ સ્થળે સ્થાનિક પોલીસે જૂગારધામ પર દરોડો પાડયો હતો.નડિયાદ ટાઉન સર્વેલન્સ સ્કોર્ડે શહેરના ગાજીપૂરવાડા તળાવ પાસે અને  ડાકોર મંગલ સેવાઘામ પાસે ચાલતા આંક ફરકના જૂગારધામ પર સ્થાનિક પોલીસે રેડ કરી હતી. બંને બનાવોમાં કુલ-૭ વ્યક્તિઓવિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જે અન્વયે પોલીસ ટીમે બાતમી આધારિત સ્થળે રેડ કરી હતી.જેમાં વિમલ ઉર્ફે હેરી હરીકૃષ્ણહરીભાઇ બ્રહ્મભટ્ટ, હશીમખાન ફરીદખાન પઠાણ,સકીલમીયા લીયાકતમીયા મલેક,મુસ્તુફાખાન શરીફખાન પઠાણ,મેહુલ નવીનભાઇ રાણા અને મહંમદફારૂકભાઇ દાઉદભાઇ વ્હોરાને ઝડપી પાડયા હતા.ઉપરોક્ત છએ વ્યક્તિઓની અંગઝડતી કરતા રોકડ રૂા.૮૬,૨૦૦ અને મોબાઇલ ફોન નંગ-૫કિ.રૂા.૫૫,૦૦૦ એમ મળી કુલ રૂા.૧,૪૧,૨૦૦ નો મૂદ્દામાલઝડપી પાડયો હતો.આ બનાવ અંગે સ્થાનિક પોલીસે છ વ્યક્તિઓ વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઠાસરા તાલુકાના ડાકોર મંગલસેવાઘામ પાસે ચાલતા આંક ફરકના જૂગારધામ પર સ્થાનિકપોલીસે રેડ કરી હતી.જેમાં અલ્લારખા કાલુભાઇ શેખને ઝડપી પાડયો હતો.પોલીસ ટીમે તેની અંગઝડતી કરતા રોકડ રૂા.૫૪૦નો મૂદ્દામાલ ઝડપી પાડયો હતો.આ બનાવ અંગે ડાકોર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:37 pm IST)