Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

વડોદરાના ભાયલી વિસ્તારમાં બંગલાને નિશાન બનાવી તસ્કરોએ 9 લાખની તસ્કરી કરતા અરેરાટી મચી જવા પામી

વડોદરા : ભાયલીમાં આશાપુરા મંદિર સામે સેન ટ્રોપેઝવિલા બંગલામાં રહેતા ઓએનજીસીના નિવૃત્ત ચીફ એન્જિનિયર પ્રદ્યુમન રમણલાલ ભાટીયા તેમજ પુત્ર અને પુત્રવધુ રાત્રે ૧૨ વાગે પોતપોતાના રૃમમાં ઊંઘી ગયા હતાં. આજે સવારે સાત વાગે પ્રદ્યુમનભાઇ જાગીને મંદિરવાળા રૃમમાં ગયા ત્યારે તિજોરી તૂટેલી જણાઇ હતી અને તિજોરીના ડ્રોઅર રૃમમાં પડેલા હતા તેમજ લાકડાના કબાટ પણ ખોલી નાંખેલા જણાયા હતાં. ઘરમાં ચોરીની જાણ થતા તેમણે પુત્રને જગાડયો હતો.

આ અંગે પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ પણ બંગલા પર પહોચી ગઇ હતી. બંગલામાં તપાસ કરતા ચોરો ડ્રોઇંગરૃમની લોખંડની ગ્રીલ કાઢી કાચ ખસેડી અંદર પ્રવેશ્યા હતા અને રૃમના કબાટોમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રૃા.૧.૫ લાખ મળી કુલ રૃા.૯.૬૦ લાખની મત્તા ચોરી કરી હોવાનું જણાયું હતું. ચોરીના બનાવ અંગે પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

 

(5:38 pm IST)