Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

વડોદરામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ 21 અરજીઓમાં 61 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: શહેરમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળની ૨૧ અરજીઓમાં ૬૧ શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે કિસ્સામાં પોલીસ ફરિયાદો દાખલ થઇ છે તે જમીનોનું કુલ ક્ષેત્રફળ ૨૧૭૦૧૮ ચો.મી. થાય છે અને આ જમીનોની જંત્રી મુજબ અંદાજિત કિંમત રૃા.૫૨.૫૩ કરોડ થાય છે.

ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ ૨૦૨૦માં લેન્ડ ગ્રેબિંગ એક્ટનો અમલ રાજ્યમાં થયા  બાદ  આ  એક્ટ હેઠળ ે વડોદરા કલેક્ટર કચેરીમાં અરજીઓ સ્વીકારવાનું શરૃ કરાયું હતું. વડોદરામાં અત્યાર સુધી કુલ ૬૨૯ અરજીઓ જમીન પચાવી પાડવા અંગેની મળી છે, જે પૈકી  ૪૨૫ અરજીઓનો નિકાલ કરાયોે છે.

 ધી લેન્ડ ગ્રેબિંગ એક્ટ-૨૦૨૦ હેઠળ આવેલી અરજીઓ પૈકી ૩૫ કેસોમાં સામાવાળાએ અરજદાર સાથે સમાધાન કરી લઇ જમીન અથવા મિલકતનો કબજો પરત કર્યો હતો.

(5:39 pm IST)