Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

ખંભાતના પરિવારને માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓને રૂ. ૪ લાખની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાનો નિર્ણય

ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ કરી જુનાગઢથી પરત ફરી રહેલા ખંભાતના પરિવારને નડ્યો અકસ્માત :મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગવી સહાનુભૂતિ - સંવેદના

અમદાવાદ : ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ કરી જુનાગઢથી પરત ફરી રહેલા ખંભાતના પરિવારને નડેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓને રૂ. ૪ લાખની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાનો નિર્ણય કરાયો છે
 મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે વંચિત પીડિત, દરિદ્રનારાયણ પ્રત્યેની પોતાની આગવી સહાનુભૂતિ સંવેદના ખંભાતના ભીલ આદિવાસી પરિવારને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી સહાય આપીને પ્રગટ કરી છે.
ખંભાતનો આ પરિવાર તાજેતરમાં ગીરનારની લીલી પરિક્રમા કરી પરત ફરી રહ્યો હતો ત્યારે વટામણ ચોકડી પાસે તેમના થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ચાર વ્યક્તિઓના દુ:ખદ નિધન થયા હતા. આ ઉપરાંત તેમની સાથેના અન્ય એક વ્યક્તિનું પણ મૃત્યું નિપજ્યું હતું.
આ દર્દનાક ઘટનાથી મૃત્યુ પામેલા પરિવાર અને અનાથ-નિરાધાર બની ગયેલા બે બાળકોની પડખે આ વિપદામાં ઉભા રહિ રાજ્ય સરકાર તરફથી સહાય કરવા ખંભાતના ધારાસભ્ય  મયુર ભાઇ રાવલે મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરી હતી. 
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ અંગે સહાનુભૂતિ અને સંવેદના દર્શાવતા આ ગમખ્વાર અકસ્માતમાં મૃત્યું પામેલા પ્રત્યેક મૃતકોના વારસદારને રૂ. ૪ લાખની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી તાત્કાલિક આપવાનો નિર્ણય કર્યો છે.

(6:39 pm IST)