Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

ફાયર સેફટી અંગે માત્ર આંકડા જ નહીં, પગલાં લેવાની જરૂર:ગેરકાયદે બિલ્ડીંગોને તોડી પાડી દાખલો બેસાડો:હાઇકોર્ટ દ્વારા સરકારની ઝાટકણી

ફાયર સેફ્ટીના અમલીકરણ અને BU વિનાના બાંધકામોને લઈ સત્તાધીશોની કામગીરી સામે અસંતોષ

અમદાવાદ ; ગુજરાત હાઇકોર્ટમાં ફાયર સેફ્ટી મામલે  સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં ચીફ જસ્ટિસ અરવિંદકુમાર એને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીએ માત્ર ફાયર સેફ્ટીના  અમલીકરણ  અને BU (બિલ્ડીંગ યુઝ પરમિશન) વિનાના બાંધકામોને લઈ સત્તાધીશોની કામગીરી સામે પણ અસંતોષ વ્યક્ત કરવા સાથે નિર્દેશ કર્યો હતો કે, કાયદાનું પાલન ન કરતી હોય તેવી કેટલીક હાઇરાઈઝ બિલ્ડીંગને તોડી પાડવામાં આવે, જેથી એક દાખલો બેસાડી શકાય.પાલિકા હોય કે મહાનગરપાલિકા,કડક પગલાં લેવાવા જ જોઈએ 

ફાયર સેફટીના અભાવ મામલે હાઈકોર્ટે નારાજગી દર્શાવી છે. ફાયર સેફ્ટી મુદ્દે આકરા શબ્દોમાં હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે. અને હાઈકોર્ટે જણાવ્યુ હતું કે ફાયર સેફટી અંગે માત્ર આંકડા નહીં, પગલાં લેવાની જરૂર છે. ફાયર NOC, BU પરમિશન નથી. તેમની સામે કાર્યવાહી કરો.

હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું સખત પગલાં લેવાની જરૂર છે. તેમજ ફાયર સેફટીની સાથે બિલ્ડીંગ યુઝ પરમિશન મુદ્દે પગલા લો. ઉદાહરણ પ્રસ્તૂત કરવા અમુક બિલ્ડીંગના ડીમોલીશન કરો. કોઈપણ નાગરિક આવી ઘટનાઓમાં જીવ ન ગુમાવે. 28 નવેમ્બરની સોલા હાઈરાઝ બિલ્ડીંગમાં આગની  નોંધ લેવામાં આવી છે. મનપા, નપાના વિસ્તારમાં ગેરકાયદેસર ઇમારતોની માહિતી આપો. ઇમારતો સામે ડીમોલેશન કરવાના કડક પગલાં લો તેમ હાઈકોર્ટે જણાવ્યુ હતું.

(7:38 pm IST)