Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

સિવિલ હોસ્પિટલમાં OPD માટે દર્દીઓની લાંબી કતાર

ડૉકટર્સની હડતાળથી લોકોને હાલાકી : રાજયના સિનિયર તબીબો પોતાની ૧૬ અલગ અલગ માંગણીઓના પગલે વર્ગ ૧-૨ના તબીબો આંદોલન પર છે

અમદાવાદ,તા.૨૯ : એકતરફ સિનિયર ડોકટર્સએ પડતર માંગણીઓને લઈ આંદોલન શરૂ કર્યું છે બીજીતરફ પીજી નિટનું કાઉન્સિલિંગ પાછળ ઠેલતા રાજ્યભરના રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા છે. ડોકટર્સએ ઈમરજન્સી સેવા સિવાયની તમામ સેવાઓ બંધ રાખતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની હલાકીના દ્રશ્યો સામે આવ્યા છે.

અમદાવાદ સહિત રાજ્યભરમાંથી સારવાર માટે આવતા દર્દીઓની લાંબી કતારો ઓપીડી વિભાગમાં જોવા મળતા દર્દીઓ અટવાયા છે. રાજયના સિનિયર તબીબો પોતાની ૧૬ અલગ અલગ માંગણીઓના પગલે વર્ગ અને ના તબીબો આંદોલન પર છે. રાજ્યની સરકારી કોલેજ, GMERS અને GMTAના તબીબોની સરકાર સામે નારાજગી જોવા મળી છે.

સેવા વિનિયમિત કરવીતબીબોની એડહોક સેવા સળંગ ગણવી, તબીબોએ કોરોનાવોરિયર તરીકે સેવા કરી જેમાના ૩૦ તબીબો રિટાયર્ડ થયા જેમાં ૨ના મોત થયા પણ રિટાયર્ડ તબીબોને પેન્શન મળતું નથી.

 આવી અલગ અલગ માંગણીઓ સ્વીકારવામાં નહિ આવતા સિનિયર તબીબોએ આંદોલન શરુ કર્યું છે. બીજી તરફ નીટનાં પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને સહાયક તરીકે કામગીરી સોપાતા ડોકટર્સમાં નારાજગી ફેલાઈ છે.

જેને પગલે રાજ્યભરની મેડિકલ કોલેજના જુનિયર ડોકટર્સ હડતાળ પર છે. ડોકટર્સએ ઈમરજન્સી સેવા સિવાયની તમામ સેવાઓ બંધ રાખતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની મુશ્કેલીઓ સામે આવી છે.

બીજી તરફ નીટનાં પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને સહાયક તરીકે કામગીરી સોપાતા ડોકટર્સમાં નારાજગી ફેલાઈ છે. જેને પગલે રાજ્યભરની મેડિકલ કોલેજના જુનિયર ડોકટર્સ હડતાળ પર છે. ડોકટર્સએ ઈમરજન્સી સેવા સિવાયની તમામ સેવાઓ બંધ રાખતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની મુશ્કેલીઓ સામે આવી છે.

જામનગરનાં કિંજલ કારસરિયાની રિપોર્ટ મુજબ, સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલનાં જુનિયર તબીબો અને પોતાની પડતર માંગણીઓને લઇને સરકાર દ્વારા કોઇ ઉકેલ લવાતા જામનગરમાં જુનિયર તબીબો ફરી હડતાલ પર ઉતર્યા છે . સમગ્ર ગુજરાતની સાથે જામનગરમાં પણ જુનિયર તબીબો આજે હડતાલ ઉપર ઉતર્યા છે.

દ્ગઈઈ્ અને પી.જી.ના પ્રશ્ને પડી રહેલ હાલાકીને લઇને ૧૫૦ થી ૨૦૦ જેટલા જુનિયર તબીબો આજે સવારથી હડતાળ પર ઉતર્યા છે. જુનિયર તબીબો ની હડતાલ ને લઈને સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ માં રોજિંદી ઓપીડી અને ઓપરેશન થિયેટરમાં તબીબો કામગીરીથી અળગા રહ્યા છે માત્ર ઇમર્જન્સી સર્વિસ ચાલુ છે જેને લઇને દર્દીઓને પણ હાલાકી વેઠવી પડી રહી છે.

એમ.પી.શાહ મેડીકલ કેમ્પસ ખાતે આજે સવારથી જુદા જુદા પ્લેકાર્ડ સાથે પોતાની માગણીઓ ને લઈને તબીબોએ સરકારને તાત્કાલિક નિરાકરણ લાવવા અલ્ટીમેટમ આપ્યું છે. જો આવનારા સમયમાં તેમની માગણીઓ નહીં સંતોષાય તો વધુ જલદ આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.

(8:50 pm IST)