Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

કાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગિફ્ટ સિટીની લેશે મુલાકાત : રીવ્યુ બેઠક યોજશે

કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામણે ગિફ્ટ સિટીની મુલાકાત લઇને તેની સમીક્ષા કરી હતી.

અમદાવાદ : વડાપ્રધાન મોદી વાયબ્રન્ટ સમિટ 2022 દરમિયાન ગિફ્ટ સીટીની મુલાકાત લેવાના છે. જેના પગલે ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલમંગળવારે ગિફ્ટ સીટીની મુલાકાત લેશે. આ મુલાકાત દરમ્યાન મુખ્યપ્રધાન રીવ્યુ બેઠક યોજશે.

ગિફ્ટ સિટીમાં વાયબ્રન્ટ સમિટ દરમિયાન ઇન્ટરનેશનલ બુલિયન એકચેન્જની શરૂઆત થવાની છે. જેનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન થવાનું છે. આ પૂર્વે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામણે ગિફ્ટ સિટીની મુલાકાત લઇને તેની સમીક્ષા કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે 20 નવેમ્બરના શનિવારે નિર્મલા નિર્મલા સીતારમણ ગાંધીનગર ગિફ્ટ સિટીની  મુલાકાત લીધી હતી.નિર્મલા સીતારમણ ગિફ્ટ સિટીને લઈને નાણા વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. GIFT સિટીના રોકાણકારો, સ્ટોક હોલ્ડર્સ સાથે કેન્દ્રીય મંત્રીએ બેઠક યોજી હતી.

(9:14 pm IST)