Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

રાજકોટ સ્થિત ઉત્કર્ષ ઇસ્પાત LLP ના ભાગીદાર નીરજ જયદેવ આર્ય તેમજ હિમાંશુ ચોમલ ની આગોતરા જમીન અરજી અમદાવાદ સેશન્સ કોર્ટે ફગાવી દેતા સ્ટેટ GST વિભાગે જયદેવ આર્ય વિરુધ્ધ લુક આઉટ સરર્ક્યુલર (નોટિસ) ઇસ્યુ કરાઈ

જયદેવ આર્ય અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થાય પહેલા જ ફરાર થઇ ગયેલ ફરાર જયદેવ આર્ય આજે નડીયાદની હોસ્પિટલ માં દાખલ થતા પોલીસ દોડી ગયા હવે નિવેદન લેવાની કાર્યવાહી થશે : GST વિભાગે નીરજ આર્યની મિલકતની ૭ રેસિડેન્સી પેરોલ પર કામ ચલાઉ ટાંચે મૂકી : અત્યાર સુધીમાં કંપની દ્વારા રૂ.૩૧.૦૯ કરોડની કરચોરી કરી હોવાનું રેકોર્ડ પર આવેલ છે : કંપનીના ઇન હાઉસ કન્સલટન ચાર્ટડ એકાઉન્ટ ચંદ્રેશ ચોમલની રહેઠાણ ના દસ્તાવેજોની તાપસ પણ GST વિભાગ કરી રહી છે.

અમદાવાદ : તા. ૧૯/૧૧/૨૦૨૧ની વહેલી સવારથી ઉત્કર્ષ ગૃપની કૂલ ૪ પેઢીઓ, ડીરકટર્સ/ભાગીદાર તથા તેઓના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હિમાંશુ ચન્દ્રેશ ચોમલ (ઉત્કર્ષ ગૃપના ઇન-હાઉસ કન્સલટન્ટ) ના સ્થળોએ દરોડાની કામગીરી શરૂ કરવામાં આવેલ. તપાસની કામગીરી દરમ્યાન ઉત્કર્ષ ગુપના મુખ્ય કર્તાહર્તા એવા નિરજ જયદેવ આર્ય દ્વારા છાતીમાં દુખાવો થતો હોવાની ફરીયાદ કરતા વિભાગના અધિકારીએ ૧૦૮ ઉપર કોલ કરી એમ્બ્યુલન્સ બોલાવેલ ત્યારબાદ નિરજ જયદેવ આર્ય રાજકોટ ખાતેની સીનર્જી હોસ્પીટલમાં દાખલ થયેલ છે. ત્યાર બાદ તેઓ અમદાવાદ ખાતેની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલ.

દરોડા દરમ્યાન મોટા પ્રમાણમાં હિસાબી સાહિત્ય મળી આવેલ જેમાંથી ઘણુ સાહિત્ય જપ્ત

કરવામાં તેમજ બાકીના સાહિત્યની ઉંડાણપુર્વકની ચકાસણી હાલ ચાલુમાં છે. ત્યારસુધીની

ચકાસણી દરમ્યાન ઉત્કર્ષ ઇસ્પાત એલ.એલ.પી. દ્વારા રૂ.૩૧.૦૯ કરોડની ખોટી વેરાશાખ લઇ કરચોરી કરેલ હોવાનું ધ્યાને આવેલ છે. હિસાબી સાહિત્યની ચકાસણી ચાલુમાં હોય હજુ મોટા પ્રમાણમાં કરચોરી મળી આવવાની સંભાવના છે. સરકારી વેરાની સલામતી સાર ઉત્કર્ષ ઇસ્પાત એલ.એલ.પી. પેઢીની તપાસની કામગીરી દરમ્યાન જ પેઢીના સ્ટોક, ફેક્ટરી શેડ અને બિલ્ડીંગ, દેવાદારો, પ્લાંટ અને મશીનરી, બેંક એકાઉંટ તેમજ ર.૧૨.૭૦ કરોડની ફિક્સ્ડ ડીપોઝીટ તેમજ ઉત્કર્ષ ઇસ્પાત એલ.એલ.પી.ના મુખ્ય ભાગીદાર અને આ કૌભાડના મુખ્ય સુત્રધાર નિરજ જયદેવ આર્યની માલીકીના કુલ 7 રેસિડેૅંશિયલ પ્લોટ પર કામચલાઉ ટાંચ મુકવામાં આવેલ છે.

તપાસની કામગીરી દરમ્યાન જ નિરજ જયદેવ આર્ય દ્વારા અમદાવાદ ખાતેની નામ. સેસન્સ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરવામાં આવેલ જે નામ.કોર્ટે રીજેકટ કરેલ છે. દરમ્યાનમાં જ સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતેની હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળે તે અગાઉ જ તેઓ ફરાર થઇ ગયેલછે. સ્ટેટ જીએસટી વિભાગે નિરજ જયદેવ આર્યની શોધખોળ માટે વિવિધ સ્થળોએ સઘન ચકાસણી હાથ ધરેલ. આ ઉપરાંત ભાગેડુ નિરજ જયદેવ આર્ય વિદેશ ન ભાગી જાય તે માટે લુક આઉટ સર્ક્યુલર ઇસ્યુ કરાવેલ છે. આજ રોજ આરોપી નડીયાદ ખાતેની મૂળજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલમાં દાખલ થયેલ હોવાની માહિતી મળેલ. આમ, આરોપી અમદાવાદ ખાતેની હોસ્પિટલમાંથી તા- ૨૭/૧૧/૨૦૨૧ ની સવારે ફરાર થઇ આજ તા-૨૯/૧૧/૨૦૨૧ના રોજ નડીયાદ ખાતેની હોસ્પિટલમાં દાખલ થયેલ છે. આરોપીની મેડીકલ પરિસ્થિતિ ધ્યાને લઇ નિવેદન નોંધવા સહિતની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ઉત્કર્ષ ગૃપના ઇન-હાઉસ કન્સલટન્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હિમાંશુ ચન્દ્રેશ ચોમલના

રહેઠાણના સ્થળેથી કેટલાંક રોકડ વ્યવહારોની વિગતો મળી આવતાં અને તપાસ દરમ્યાન પુરાવાઓ સાથે ચેડાં કરેલ હોવાનું ધ્યાને આવતાં ગુજરાત જીએસટીના ગુનામાં તેમની ભૂમિકાની વધુ તપાસ ચાલી રહેલ છે. હિમાંશુ ચન્દ્રેશ ચોમલે આગોતરા જામીનની અરજી નામ.સેશન્સ કોર્ટ સમક્ષ કરેલ જે નામ.કોર્ટે આજે નામંજૂર કરેલ છે. વધુ તપાસની કામગીરી હાલ ચાલી રહેલ છે.

(9:32 pm IST)