Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં બીપીએલ કાર્ડ ધરાવતા દર્દીઓ પાસે એમ્બ્યુલન્સનું ભાડું લેવાતા રોષ

બીપીએલ કાર્ડ ધરાવતા રાજપીપળા ના એક આધેડ વ્યક્તિ અને શહેરાવ ગામના એક વૃદ્ધ મહિલા પાસે રૂપિયા 340 ભાડું લેવાયું

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા : નર્મદા જિલ્લાની વડી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ચાલતા તાનાસાહિ વહીવટ ના કારણે ગરીબ દર્દીઓ આર્થિક મુશ્કેલીમાં મુકાઈ છે જેમાં બીપીએલ કાર્ડ ધરાવતા દર્દીઓ પાસે પણ એમ્બ્યુલન્સ નું ભાડું વસુલાતા ભારે ઓહાપોહ થયો છે.

મળતી માહિતી મુજબ રાજપીપળા ના એક વૃદ્ધ વ્યક્તિ અને શહેરાવ ગામના એક વૃદ્ધ મહિલા બિમાર થતા તેમને રાજપીપળા સિવિલ માં લવાયા બાદ વડોદરા રીફર કર્યા પરંતુ આ બંને દર્દીઓ બીપીએલ કાર્ડ ધરાવતા હોવા છતાં સિવિલ હોસ્પિટલની એમબ્યુલન્સ માં વડોદરા લઈ જવા માટે 340 લેખે અલગ અલગ રૂપિયા દર્દીના સગા પાસે લેવામાં આવ્યા હતા, સરકાર ના નિયમ મુજબ બીપીએલ કે પોલીસ ફરિયાદ વાળા (એમએલસી) દર્દીઓ માટે એમ્બ્યુલન્સ મફત મોકલવાની હોવા છતાં આ બંને દર્દીઓ પાસે રૂપિયા લેવાયા હતા અને તેની કોઈ રશીદ પણ અપાઈ નથી તો બિમાર દર્દીના સગા પાસે કોના ઈશારે રૂપિયા લેવાયા અને આ રશીદ વગરના રૂપિયા ક્યાં ગયા..? એ મોટો પ્રશ્ન છે.
જોકે વધુમાં એમ પણ જાણવા મળ્યું હતું કે સિવિલમાં એમ્બ્યુલન્સ ના તમામ ડ્રાઇવરોને વડોદરા રીફર કરેલા દર્દીને 6 કલાક માં મૂકીને પરત રાજપીપળા સિવિલમાં આવી રિપોર્ટ કરવા કડક સૂચના આપવામાં આવી છે ત્યારે આ તઘલગી નિર્ણય કોણે લીધો..? એક તરફ બે એમ્બ્યુલન્સ છે અને તે પણ નિયમ મુજબના કિલોમીટર ફરી ગયા બાદ લગભગ કંડમ જેવી હાલતમાં હોય ત્યારે ક્યારેક રસ્તામાં બગડે કે અન્ય ક્ષતિ સર્જાઈ તો આવા તઘલગી નિયમોનું પાલન ક્યાંથી થશે..?સરકાર પણ રાજપીપળા સિવિલને નવી એમ્બ્યુલન્સ ફાળવે તે પણ જરૂરી છે.
આ બાબતે સિવિલ સર્જન ડો.જ્યોતિબેન ગુપ્તા સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું કે બીપીએલ કાર્ડ વાળા દર્દીઓને ફ્રી એમ્બ્યુલન્સ છે પરંતુ ત્યારે કદાચ દર્દી બીપીએલ કાર્ડ લાવ્યા નહિ હોય માટે આમ બન્યું હશે અને 6 કલાકમાં દર્દીને વડોદરા મુકી પરત આવવાના નવા નિયમ બાબતે તેમણે જણાવ્યું કે આ બાબતે તમે આર. એમ.ઓ ને પૂછો માટે આવા આશ્ચર્યજનક જવાબ પરથી એમ લાગ્યું કે હોસ્પિટલના વડા સિવિલ સર્જન આ નવા નિયમ બાબતે અજાણ હશે..?

(10:13 pm IST)