Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

ડેડીયાપાડાની માચ ચોકડી પાસે માતેલા સાંઢની માફક ઘસી આવેલી ટ્રકે એસ.ટી. બસને અથડાતા 6 ને ઇજા

ટ્રકે અકસ્માત કરતા બસમાં બેઠેલા મુસાફરોના જીવ અઘ્ધર થઈ ગયા હતા,અકસ્માત બાદ ટ્રક ખાઈમાં પલટી ખાઈ ગઈ હતી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ડેડીયાપાડા તાલુકાની માચ ચોકડી પાસે ટ્રક અને બસ વચ્ચે થયેલા અકસ્માતમાં 6 જેવા મુસાફરોને ઇજાઓ થઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ 28 નવેમ્બરે સવારે આઠ વાગ્યાની આસપાસ એસ.ટી.બસ નંબર GJ-18-Z- 7129 ના ડ્રાઇવર ગોવિંદભાઇ રામસિંગભાઈ ડાભી અને કંડકટર રાજેશભાઇ શંકરભાઇ સેલંબા ડેપો થી અમદાવાદ તરફ પેસેન્જરો ને લઈને જઈ રહ્યા હતા ,તે સમયે માચ ચોકડી પાસે સામેથી પુરપાટ આવતી ટ્રક નંબર GJ-03-BW-4562 ના ચાલકે ટ્રક બસની આગળના ભાગે અથાળી દેતા લોકોના જીવ અઘ્ધર થઈ ગયા હતા પરંતુ પેસેન્જરો તેમજ બસના ડ્રાઈવર સહિત છ જેવા લોકોને ઈજાઓ પહોંચતા સારવાર માટે લઈ જવાયા હતા, અકસ્માતમાં ટ્રક રોડ ની સાઈડમાં ખાઈમાં પલટી મારતા તેમાં ભરેલ ટાઇલ્સ ને તથા ટ્રકને નુકસાન થયું હતું,
એસ.ટી. બસ ચાલકે આ બાબતે ડેડીયાપાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી, અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:17 pm IST)