Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

સાગબારા તાલુકાના સોરાપાડા ગામે યુવાને ઝેરી પદાર્થ ખાઈ જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના સાગબારા તાલુકામા આવેલા સોરાપાડા ગામે એક યુવાને ઝેરી વસ્તુ ખાઈ લેતા ગંભીર હાલતમાં તેને સારવાર માટે લઈ જતા સારવાર દરમિયાન તેનુ મોત થયું છે.
મળતી માહિતી મુજબ સોરાપાડા ગામના વિપુલભાઇ સુરતાનભાઇ વસાવા( ઉ.વ.-૧૭ )એ ગઇ તા.૨૭/૧૧/ ૨૦૨૧ ના રોજ કોઇ કારણસર પોતાની જાતે કોઇ ઝેરી પદાર્થ ખાઇ જતા પ્રથમ સારવાર સી.એચ.સી. સાગબારા તથા સીવીલ હોસ્પીટલ રાજપીપલા ખાતે કરાવી વધુ સારવાર માટે એસ.એસ.જી. હોસ્પીટલ વડોદરા સારવાર માટે દાખલ કરતા સારવાર દરમ્યાન તેનું મોત નિપજતા સાગબારા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે

(10:18 pm IST)