Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

નારાયણ સાંઇ વિરુદ્ધ જેલમાં મોબાઈલ ઉપયોગની ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં અરજી દાખલ કરાઈ

સુરત સેન્ટ્રલ જેલમાં બેરેક નંબર-5 અને 6ના હિસ્સામાંથી મોબાઇલ ફોન મળેલો જે નારાયણ સાંઈ ઉપયોગ કરી રહ્યો હોવાનો આરોપ લાગ્યો હતો.

અમદાવાદ :સુરત જેલમાં બળાત્કાર કેસમાં સજા ભોગવી રહેલા નારાયણ સાંઇસામે થયેલી ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં અરજી થઇ છે. જેમાં નારાયણ સાંઈ સામે જેલમાં મોબાઇલ ઉપયોગ કરવાના આરોપ છે જેની સામે ગુજરાત હાઇકોર્ટમાં ફરિયાદ રદ કરવા માટે અરજી કરવામાં આવી છે.

પ્રિઝન એક્ટ અને IPC કલમ હેઠળ ફરિયાદ થઈ હતી વર્ષ 2020 ઓક્ટોબર મહિનામાં સુરત સેન્ટ્રલ જેલમાં બેરેક નંબર-5 અને 6ના હિસ્સામાંથી મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જે નારાયણ સાંઈ ઉપયોગ કરી રહ્યો હોવાનો આરોપ લાગ્યો હતો. જેને લઈ સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોંધાઈ હતી.ત્યારે આ અરજી અંગે આવનારા દિવસોમાં ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૩માં સુરત આશ્રમમાં ૨૩ વર્ષની યુવતી પર દુષ્કર્મ કરવાના કેસમાં આસારામના પુત્ર  નારાયણ સાઇને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે . જે હાલ સુરતની લાજપોર જેલમાં બંધ છે. તેમજ અનેક વાર અલગ અલગ કારણોસર જામીન અરજીની માંગણી કરે  છે.

જેમાં આ વખતે સુરતની જેલમાં મોબાઈલ વાપરવાના કેસમાં  પોલીસે  પુરાવાના આધારે દાખલ કરેલી ફરિયાદને રદ કરવાની અરજી હાઇકોર્ટમાં કરવામાં  આવી છે. જેમાં આ વખતે તેમના વકીલે આ કેસમાં નારાયણ સાઈને મુક્ત કરવા માટે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે

(12:43 am IST)