Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ગુજરાત ATSએ દિલ્હીથી 730 કરોડના ડ્રગ્સ સાથે વધુ 3 આરોપીઓને ઝડપ્યા

દિલ્હીથી નાઇઝેરીયન તથા અન્ય બે આરોપીની ધરપકડ: આરોપી પાસેથી 3.25 કરોડના 650 ગ્રામ હેરોઇનનો જથ્થો પકડાયો

ગુજરાત ATSએ દિલ્હીથી 730 કરોડના ડ્રગ્સ સાથે વધુ 3 આરોપીઓની ધરપકડ કરી છે. પાકિસ્તાન દ્વારા હેરોઇન ઘુસાડવાના કેસમાં ગુજરાત ATSએ દિલ્હીથી નાઇઝેરીયન તથા અન્ય બે આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી 3.25 કરોડના 650 ગ્રામ હેરોઇનનો જથ્થો પકડાયો છે. આરોપીએ દિલ્હીના ઘરમાં હેરોઇન જથ્થો છુપાવી રાખ્યો હતો. ગુજરાત ATS દ્વારા સર્જેરાવ કેશવરાવ ગરડ અને જાબિયર સોઢાની ધરપકડ કરવામાં આવી છે. આરોપીના 12 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ગુજરાત ATSએ અત્યાર સુધીમાં 730 કરોડ હેરોઇન કબ્જે કરી અને 13 આરોપી ધરપકડ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત ATSએ આ મહિનામાં જ મોરબીના ઝીંઝુડા ગામમાં 120 કિલો હેરોઈન સાથે 2 ની અટકાયત હતી. આ ડ્રગ્સ 500 થી 600 કરોડ રૂપિયાનું હેરોઈન હોવાનું અનુમાન કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન વિશે વાત કરીએ તો મોરબીના ઝીંઝુડામાં ATS અને SOG નું સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન મોડી રાતે પાર પાડવામાં આવ્યું. જેમાં ડ્રગ્સ સાથે 2 શખ્સોની અટકાયત કરાઈ છે. દ્વારકા બાદ મોરબીમાં ડ્રગ્સ પર મોટી કાર્યવાહી કરવામાં આવી હતી

(9:03 pm IST)