Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

અમદાવાદ મનપા ઓમિક્રોન વેરિયન્ટ લઇને એકશનમાં : વિદેશથી પરત આવેલા લોકોની વિઝિટ લઇ સૂચના આપી

અમદાવાદ કોર્પોરેશને છેલ્લા બે દિવસમાં 400થી વધારે વિદેશથી આવેલા લોકોનો સંપર્ક કર્યો : આ લોકોએ 7 દિવસ બાદ ટેસ્ટ કરાવી કોર્પોરેશનને જાણ કરવી પડશે

અમદાવાદ : કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઇને અમદાવાદ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ પણસ સતર્ક બન્યો છે. જેમાં વિદેશથી આવતા મુસાફરોનું અમદાવાદ એરપોર્ટ પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ છેલ્લા બે દિવસમાં 400થી વધારે લોકો વિદેશથી અમદાવાદ આવ્યા છે, ત્યારે આ તમામ લોકોનો કોર્પોરેશને સંપર્ક કર્યો છે અને જરૂરી સૂચના આપી છે.

 આ નિયમ મુજબ વિદેશથી પરત અમદાવાદ ફરેલા લોકોએ 7 દિવસ બાદ ટેસ્ટ કરાવી કોર્પોરેશનને જાણ કરવી પડશે. વિદેશથી આવનાર તમામ મુસાફરોએ હોમ આઇસોલેશનમાં રહેવું પડશે અને હોમ આઇસોલેશનનો ભંગ કરનાર સામે એપેડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે.મહત્વનું છે કે, હાલ અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાના નવા વેરિઅન્ટનો એક પણ કેસ નથી નોંધાયો.

(7:55 pm IST)