Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

કોરોનાકાળ પછી ઔષધીય વનસ્પતિની માંગમાં ૨૦ ટકાનો વધારો નોંધાયો છે

જીટીયુ ખાતે સોસાયટી ઓફ ફાર્માકોગ્નોસીનું રાષ્ટ્રીય સંમેલન યોજાયું : મોર્ડન સાયન્સ પણ આયુષ સાથે સંકલન કેળવે છે જેનાથી આયુર્વેદને વૈશ્વિક માન્યતા મળશે

અમદાવાદ,તા. ૩૦ : ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સંચાલિત ગેજયુએટ સ્કૂલ ઓફ ફાર્મસી અને સોસાયટી ઓફ ફાર્માકોગ્નોસીના સંયુકત ઉપક્રમે તાજેતરમાં જીટીયુ ખાતે ન્યૂ હોરિઝોન્ટ ઓફ નેચરલ પ્રોડકટસ એન્ડ આયુષ રેમેડિઝ વિષય પર સોસાયટી ઓફ ફાર્માકોગ્નોસીનું રપમું રાષ્ટ્રીય સંમેલન તથા ર દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં જુદી-જુદી દ થીમ પર ૧૨ રાજયોના ૧૮૩ જેટલા વિધાર્થીઓ અને ફેકલ્ટી મિત્રોએ ઓરલ અને પોસ્ટર પ્રેઝન્ટેશન કર્યું હતુ. કોન્ફરન્સનો શુભારંભ કરાવતા ડો. પ્રમોદ યેવલેએ હર્બલ પ્રોડ્યૂકટર્સની ભારતીય માર્કેટમાં માંગ અને લોકોના સ્વાસ્થ્ય સંબંધિત તેની ઉપયોગિતા બાબતે માહિતી આપી હતી. ઉપરાંત ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણયો વિશે પણ ચર્ચા કરી હતી. જયારે યુજીસીના ભૂતપૂર્વ વાઈસ ચેરમેન અને આયુષ મંત્રાલયમાં નેશનલ રિસર્ય એડવાઈઝર પ્રો.ડો.ભૂષણ પટવર્ધને જણાવ્યું હતું કે, કોરોનાકાળ પછી ઔષધીય વનસ્પતિની માંગમાં ર૦%નો વધારો નોંધાયો છે.

મોર્ડન સાયન્સ પણ આયુષ સાથે સંકલન કેળવે છે. જેનાથી આયુર્વેદને વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થશે. જીટીયુના કુલપતિ પ્રો.ડો.નવીન શેઠે જણાવ્યું કે, જીટીયુ જીએસપી આગામી સમયમાં આયુષ મંત્રાલય સાથે વિવિધ રિસર્ચ સંબંધિત વિષયો પર એમઓયુ કરીને મેલેરિયા અને કેન્સર જેવા રોગો પર રિસર્ચ કરશે. કોન્ફ્રન્સનો શુભારંભ ર્ફામસી કાઉન્સિલ આઓફ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ પ્રો. ડો.પ્રમોદ યેવલે અને જીટીયુના કુલપતિ પ્રો.ડો.નવીન શેઠના હસ્તે કરવામાં આવ્યો હતો. પ્રો.ડો. એન. એમ.પટેલને સેવા બદલ લાઈફટાઈમ એચીવમેન્ટ અને નેચરલ રિસર્ચ પ્રોફેસર આયુષ મંત્રાલય ડો. ભૂષણ પટવર્ધનને મેરિટ ઓફ એકસલન્સ એવોર્ડ-૨૦૨૧થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

(10:10 am IST)