Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ભૂપેન્દ્રભાઈ પટેલે ગિફ્ટ સિટીમાં કાર્યરત સ્ટોક એક્સચેન્જની ગતિવિધિઓ નું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવી : અદ્યતન યુટિલિટી ટનલનું નિરીક્ષણ કર્યું

જકોટ:::મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગિફ્ટ સિટી ની મુલાકાત દરમ્યાન  પ્રગતિ હેઠળના વિવિધ પ્રોજેક્ટ ની અધિકારીઓ સાથે  સમીક્ષા હાથ ધર્યા બાદ ગિફ્ટ સિટીમાં કાર્યરત  સ્ટોક એક્સચેન્જની  ગતિવિધિઓ નું નિરીક્ષણ કરી  જાત માહિતી મેળવી હતી.તેમણે ગિફ્ટ સિટીના  અદ્યતન  યુટિલિટી ટનલ  નું પણ નિરીક્ષણ કર્યું હતું.મહેસૂલ મંત્રીશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી તેમજ મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર વગેરે તેમની સાથે જોડાયા હતા.

(1:02 pm IST)