Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

અમદાવાદમાં જાહેરમાં કે મંદિરની બહાર ઘાસચારો દેખાશે તો તંત્ર કરશે કાર્યવાહી

અમદાવાદ,તા.૩૦:એએમસી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા જે પણ લોકો જાહેરમાં ઘાસચારો વેચતા હોય છે. તેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કોઈ પણ વ્યકિત હવે જાહેરમાં ઘાસચારો વેચશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેથી જાહેરમાં ચારો વેચવો હવે કોઈને પણ ભારે પડી શકે છે.

એએમસી દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે. જેમા રખડતા પશુઓનો ત્રાસ ઘટાડવાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે પણ વ્યકિત હવે જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરશે તેની સામે એએમસી દ્વારા કાર્યવાહી કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.

ખાસ કરીને મંદિરોની સામે ઘાસચારાના વેચાણ પણ પ્રતિબંધ હોવા છતા પણ ત્યા ઘાસચારાનું વેચાણ થઈ રહ્યું છે. જેને લઈને રખડતા ઢોરોનો ત્રાસ પણ વધી રહ્યો છે. પરિણામે મંદિરની બહાર હવે એએમસીના અધિકારીઓ હવે ચાંપતી નજર રાખશે અને જો કોઈ પણ વ્યકિતએ ઘાસચારો વેચ્યો તો તેની સામે કાયેદસરની કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે માત્ર અમદાવાદમાંજ નહી પરંતુ ગુજરાતના ઘણા બધા શહેરોમાં હવે રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. ખાસ કરીને વડોદરામાં રખડતા ઢોરોનો ત્રાસ સૌથી વધારે છે. જેમા ગઈકાલે ગોરવા વિસ્તારમાં શહેરીજનોને ગાયે અડેફેટે લીધા હતા. રાત્રે ચાલવા નિકળેલા શહેરીજનોને ગાયે અડફેટે લીધા અને શિંગડા માર્યા હતા. જેથી છાતી અને માથાના ભાગે તેમને ગંભીર ઈજા પહોચી હતી. જેથી આ ઘટના બાદ વડોદરામાં રખડતા ઢોર સામે કાર્યવાહીના દાવા બધા પોકળ સાબિત થઈ રહ્યા છે.

(2:59 pm IST)