Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

વડોદરાના કિશનવાડી વિસ્તારમાં કેબલ કનેકશન મુદ્દે ગ્રાહક-ઓપરેટર વચ્ચે થયેલ મારામારીમાં બે શખ્સો ઈજાગ્રસ્ત

વડોદરા: શહેરના કિશનવાડી વિસ્તારમાં કેબલ કનેક્શનનું બંધ ટીવી ચાલું કરાવવા મુદ્દે કેબલ ગ્રાહક અને કેબલ ઓપરેટરના સંબંધીઓ વચ્ચે મારામારી અને પથ્થરમારો થતા બે વ્યક્તિને ઇજા થઇ હતી જ્યારે એક કારના કાચ તૂટી ગયા  હતાં.

કિશનવાડીમાં દાવડાનગર ખાતે રહેતા કનુ ડાહ્યાભાઇ માછીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું કેબલ સર્વિસનું કામ કરું છું ગઇરાત્રે હું ઘેર હતો ત્યારે રમણ ગોવિદભાઇ માછીએ મોબાઇલફોન કરી જણાવેલ કે મારા ટીવીનું કનેક્શન ચાલતું નથી જેથી મેં હુઁ આવીને જોઇ લઉં છું તેમ કહેતા રમણે ઉશ્કેરાઇને અપશબ્દો બોલવાનું શરૃ કરતા હું તેના ઘેર ગયો ત્યારે રમણ તેમજ તેના પુત્ર રણછોડે મને લોખંડની પાઇપ મારી ઇજા પહોંચાડી હતી.

સામા પક્ષે રમણ માછીએ કનુ માછી, તેના પુત્ર પ્રિતેશ, હિતેશ અને રવી અરુણ માછી તેમજ સની અરુણ માછી સામે નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારા ઘરમાં ૧૦ વર્ષથી કેબલ કનેક્શન ચાલે છે. છેલ્લા ત્રણ દિવસથી ટીવી બંધ હોવાથી મેં કનુ માછીને બે ત્રણ વખત ફોન કરીને ટીવી ચાલું કરવા કહ્યું હતું. આજે ફરી તેને ફોન કરતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને તેના પુત્રો તેમજ અન્યને લઇને મારા ઘેર આવી પથ્થરો માર્યા હતાં. જેમાં મારી કારનો કાચ તૂટી ગયો હતો.

(6:09 pm IST)