Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

વડોદરાના વાડી વિસ્તારમાં ગેસના જોડાણના બાકી રહેતા પૈસા વસૂલવા જોડાણ કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી

વડોદરા: શહેરના વાડી વિસ્તારમાં પાઈપલાઈન નેચરલ ગેસના જોડાણો કાપવાની અને બાકી રહેલા નાણા વસૂલ કરવાની કામગીરી આજે આગળ ધપાવી સપાટો બોલાવ્યો હતો.

આજે બદરી મહોલ્લા, મોટી વ્હોરવાડ, નાની વ્હોરવાડ વિસ્તારમાં કામગીરી કરી ૪.૬૭ લાખ વસૂલાત કરી હતી અને ગેસના ૨૪ જોડાણ કાપી નાખ્યા હતા. કનેકશનો કાપવાની કામગીરી કરતી ૩ ટીમે પાંચ દિવસમાં કુલ ૧૧૩ કનેકશન કાપી નાખ્યા છે અને રૃા.૬૭.૯૩ લાખની વસૂલાત કરવામાં આવી છે.

શહેરના વાડી વિસ્તારમાં પાઈપલાઈન ગેસ (પીએનજી)ના ગેરકાયદે ગેસ જોડાણોની સંખ્યા પણ ઘણી છે, અને પાંચ કરોડની વસૂલાત બાકી રહે છે. આ વસૂલાત કડકરાહે કરવા માટે કોર્પોરેશને ખાસ ઝુંબેશ હાથ ધરી છે અને ૩ ટીમ મેદાનમાં ઉતારી છે. વસૂલાત અને કનેકશન કાપવાની કામગીરી માટે ઘર્ષણના બનાવ ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત પણ લેવામાં આવી રહ્યો છે. આજે વાડી વિસ્તારમાં કામગીરી દરમિયાન બાયપાસ અને એફઆરમાં પાંચ મીટર પણ બદલવામાં આવ્યા હતા. પ્રથમ દિવસે કામગીરી ચાલુ કરી ત્યારે બે મીટર બદલવામાં આવ્યા હતા.

(6:13 pm IST)