Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

મુંદ્રા પોર્ટ પરથી પકડાયેલ ડ્રગ્સનો મુદ્દો સંસદમાં ગુંજ્યો :કેન્દ્રીય એજન્સી NIA કરશે કેસની તપાસ

ડ્રગ્સ ભરેલું જહાજ અફઘાનિસ્તાનથી રવાના થઈ વાયા ઈરાનથી આવ્યું હતું.

અમદાવાદ ;મુંદ્રા પોર્ટ પરથી પકડાયેલા હજારો કરોડનો ડ્રગ્સનો મુદ્દો સંસદમાં પણ ગૂંજ્યો હતો. ત્યારે આ મુદ્દે પૂછાયેલા એક સવાલના લેખિત ઉત્તરમાં ગૃહમંત્રાલયે લોકસભામાં જણાવ્યું કે મુંદ્રા પોર્ટ ઉપર પકડાયેલી 21 હજાર કરોડની હેરોઈનના કેસની તપાસ એનઆઈએને સોંપવામાં આવી છે.

હાલમાં ખાનગી એરપોર્ટ્સ અથવા પોર્ટ પર પકડાયેલા નશીલા પદાર્થને લઈને એવો કોઈ ડેટા કે સ્ટડી નથી કે જેથી તેનો સંબંધ સ્થાપિત થઈ શકે.

ગૃહ મંત્રાલયે આગળ કહ્યું કે તાજેતરમાં જ આસામ રાઈફલ્સ પર મોટો હુમલો થયો હતો તેની તપાસ પણ NIAને સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અદાણી સંચાલિત મુન્દ્રા બંદર પરથી 21 હજાર કરોડથી વધુ કિંમતનું 3 હજાર કિલોગ્રામ ડ્રગ્સ પકડાયું હતું. એ ડ્રગ્સ ભરેલું જહાજ અફઘાનિસ્તાનથી રવાના થઈ વાયા ઈરાનથી આવ્યું હતું.

અદાણી સંચાલિત મુંદ્રા પોર્ટ પરથી આટલી મોટી સંખ્યામાં ડ્રગ્સ પકડાતા રાજકારણ ગરમાયું હતું. વિપક્ષે મોદી સરકાર તથા રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. મંદ્રા પોર્ટ પરથી ડ્રગ્સ પકડાયા બાદ રાજ્યના અનેક સ્થળે પોલીસે દરોડા પાડ્યા હતા. રાજ્યમાં મોટી સંખ્યામાં ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે આરોપીઓની પૂછપરછી કરી તપાસ હાથ ધરી છે.

અદાણી સંચાલિત મુન્દ્રા બંદર પરથી 3 હજાર કિલોગ્રામ ડ્રગ્સ પકડાયું હતું. એ ડ્રગ્સ ભરેલું જહાજ અફઘાનિસ્તાનથી રવાના થઈ વાયા ઈરાનથી આવ્યું હતું. એ પછી અદાણી પોર્ટ લિમિટેડે લાંબો વિચાર કર્યા વગર અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઈરાનથી આવતા તમામ જહાજો પર પ્રતિબંધ મુકી દીધો છે. આંગળી દુખતી હોય ત્યારે હાથ કોણીમાંથી કાપવા જેવો એ નિર્ણય હતો. હવે ઈરાને સત્તાવાર રીતે આ નિર્ણયની ટીકા કરી છે. ઈરાન સરકારે ભારતને સંદેશો મોકલાવ્યો છે કે એક જહાજમાં ડ્રગ્સ પકડાયું તેનાથી આખા દેશના જહાજો પર પ્રતિબંધ મુકી દેવો એ બિનવ્યહારિક અને અસંતુલિત નિર્ણય છે. મુન્દ્રા બંદરેથી પકડાયેલા ડ્રગ્સની કિંમત 21 હજાર કરોડથી વધારે છે. ભારતમાં પકડાયેલો આ ડ્રગ્સનો સૌથી મોટો જથ્થો છે.

(8:27 pm IST)