Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

સુરતમાં લાખોનો ખર્ચે બનાવેલી કોરોના ટેસ્ટિંગ લેબ. શોભાના ગાંઠિયા સમાન !!

સુરત વીર નર્મદ યુનિવર્સિટીમાં જિનોમ લેબ તૈયાર કરાઈ, તમામ પ્રકારની ફેસેલીટીઓ ઉપલબ્ધ પણ પરંતુ સેમ્પલ ગાંધીનગર મોકલી રહ્યા છે

અમદાવાદ :કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમીક્રોનથી સમગ્ર દુનિયામાં ફફડાટ ફેલાયો છે.ગુજરાત સરકાર પણ નવા વેરિયન્ટને લઈને સતર્ક છે.ત્યારે સુરતમાં કોરોનાના વેરિયન્ટને શોધવા માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંજીનોમ લેબ ઊભી કરવામાં આવી છે.જો કે આ લેબમાં કોઈપણ સેમ્પલ મોકલવામાં આવી રહ્યા નથી.

સરકારી બાબુઓ અને કાગળોની આંટીઘુંટીમાં જીનોમ સિક્વન્સ લેબ ફસાઈ છે.ICMR દ્વારા મંજૂરી આપ્યા બાદ કરોડો રૂપિયા લેબમાં સેફ્ટી સ્ટાન્ડર્ડ માટે ખર્ચવામાં આવ્યા છે છતાં પણ ઘર આંગણે જે સુવિધા છે તેનો કોઈ ઉપયોગ ન કરાતા  લાખો રૂપિયાના ખર્ચ પણ શોભાના ગાંઠિયા સમાન જીનોમ લેબ ઉભી કરવામાં આવી છે.

જ્યારે તંત્રનું કહેવું છે કે, યુનિવર્સિટીમાં જિનોમ લેબ તૈયાર કરી દેવામાં આવી છે. લેબમાં તમામ પ્રકારની ફેસેલીટીઓ પણ છે. પરંતુ હાલ જે સેમ્પલ લઇ રહ્યા છે તેને આપણે ગાંધીનગર મોકલી રહ્યા છે.સુરતમાં વિદેશથી આવેલા મુસાફરોમાં ઓમિક્રોન વેરિયન્ટ છે કે કેમ તે જાણવા માટે એક મહિના કરતાં વધુનો સમય લાગશે

   
(8:54 pm IST)