Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ગરુડેશ્વર તાલુકાના જેતપોર ગામમાં જુગાર રમતા ચાર જુગારીયાઓ રૂ.૪૮૩૦ ના મુદ્દામાલ સાથે ઝડપાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના જેતપોર ગામમાં જુગાર રમતા ચાર જુગારીયાઓ રૂ.૪૮૩૦ ના મુદ્દામાલ સાથે ગરડેશ્વર પોલિસે પકડી પાડ્યા હતા.

મળતી માહિતી મુજબ ગુલાબભાઇ બચુભાઇ તડવી (રહે.પંચલા મંદીર ફળીયુ તા.ગરુડેશ્વર(૨) શંકરભાઇ ગોવીંદભાઇ તડવી(રહે.ઝેર પાટડી ફળીયુ તા.ગરૂડેશ્વર (૩) મેહબુબઅલી વલીમંહમદ મકરાણી, (રહે.જેતપુર મસ્જીદ ફળીયુ તા.ગરૂડેશ્વર તથા (૪) જેન્તીભાઇ ભયજીભાઇ તડવી, (રહે. જેતપુર ચોકડી ફળીયુ તા. ગરૂડેશ્વર) નાઓ વર્લી મટકાના આંક ફરકના આંકડા લખી હારજીતનો જુગાર રમી રમાડી રેઇડ દરમ્યાન રોકડા રૂપીયા.૩૮૩૦  તથા બે નંગ મોબાઇલ ફોનની કિ,રૂ. ૧૦૦૦ મળી કુલ મુદ્દામાલ રૂ.૪૮૩૦ સાથે પોલીસ રેડ દરમ્યાન પકડાય જતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:40 pm IST)