Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

દરેક રાજ્યમાં ડિપોઝીટ જપ્ત કરવાનો આપનો રેકોર્ડ છે :કેજરીવાલ લોકોને ભ્રમિત કરીને ગેરમાર્ગે દોરે: જંપી નડ્ડા

 ભાવનગરમાં રોડશો દરમિયાન જેપી નડ્ડાએ કહ્યુ હું જ્યાં જ્યાં પણ ગયો છુ. ત્યાં મને એકતરફી માહોલ જોવા મળ્યો

અમદાવાદ :  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કેજરીવાલ પર પ્રહાર કર્યા કે અરવિંદ કેજરીવાલને ગંભીરતાથી લેવાની જરૂર નથી. દરેક રાજ્યમાં ડિપોઝીટ જપ્ત કરવાનો આપનો રેકોર્ડ છે. કેજરીવાલ લોકોને ભ્રમિત કરીને ગેરમાર્ગે દોરે છે. લોકોને વિશ્વાસ છે કે ભાજપ જ વિકાસ કરી શકે.

  ભાવનગરમાં રોડશો દરમિયાન જેપી નડ્ડાએ કહ્યુ હું જ્યાં જ્યાં પણ ગયો છુ. ત્યાં મને એકતરફી માહોલ જોવા મળ્યો છે. ભાજપ ગુજરાતમાં તેના તમામ રેકોર્ડ તોડશે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીના પક્ષમાં એકતરફી પરિણામ આવશે. લોકો પીએમ મોદીને તેમના કામને અને તેમના પર જે અતૂટ વિશ્વાસ છે અને અથાગ પ્રેમ છે તેને લોકો મત આપશે.

 વધુમાં જેપી નડ્ડાએ કહ્યુ કે ભાજપની સામે મને કોઈ પડકાર આપવા માટે તો નહીં પરંતુ ચૂંટણી લડવાની સ્થિતિમાં હોય તેવો પણ નથી દેખાઈ રહ્યો. એકતરફી નિર્ણય ગુજરાતની જનતાએ નરેન્દ્ર મોદીના પક્ષમાં કરી લીધો છે.

(7:57 pm IST)