Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

ગુજરાત ચૂંટણીમાં પ્રથમ તબક્કાની 89 બેઠકો પર 788 ઉમેદવાર: 70 મહિલા ઉમેદવાર અને 399 અપક્ષ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં

ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થશે:સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત વિસ્તારની બેઠક, દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાની 35 બેઠક અને સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાની 54 બેઠકનો સમાવેશ

અમદાવાદ :  ગુજરાત ચૂંટણીમાં પ્રથમ તબક્કાની 89 બેઠકો પર 788 ઉમેદવાર મેદાનમાં છે. 70 મહિલા ઉમેદવાર અને 399 અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસે તમામ 89 બેઠક પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે જ્યારે આમ આદમી પાર્ટીએ 88, બસપાએ 57 અને અસદુદ્દીન ઓવૈસીની ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદ-ઉલ મુસ્લિમીનએ 6 ઉમેદવાર ઉતાર્યા છે. 19 જિલ્લાની 89 બેઠક પર મતદાન

પ્રથમ તબક્કામાં ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થશે જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત વિસ્તારની બેઠક છે. દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાની 35 બેઠક તો સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાની 54 બેઠક છે. રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગિર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૂચ, સૂરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાની બેઠક પર એક ડિસેમ્બરે મતદાન થશે.

(1:11 am IST)