Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

નરેન્‍દ્રભાઇ-અમિતભાઇએ નહી બોલેલા શબ્‍દો તેમના નામે વાયરલ કરનાર વાસુદેવ પટેલની ધરપકડ

પાટીદારો સંબંધી બોગસ નિવેદનો ‘ન્‍યુઝ પ્‍લેટ'માં ફરતા કરતા ભાજપ મીડીયા સેલની ફરીયાદ સંદર્ભે કાર્યવાહી

અમદાવાદ, તા., ૩૦: ગઈકાલે ગુજરાત ભાજપ મિડિયા ટીમના સદસ્‍ય હિરેનભાઈ કોટકે ફેસબુક પર રાજકીય વિશ્‍લેષકના ઓઠા હેઠળ રાષ્‍ટ્ર વિરોધી તેમજ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજી તથા ભારતના ગળહમંત્રી શ્રી  અમિતભાઈ શાહ સંબંધી વાસુદેવ પટેલ દ્વારા કરાયેલ એક પોસ્‍ટ ધ્‍યાનમાં આવી. આ પોસ્‍ટમાં વાસુદેવ પટેલે પ્રધાનમંત્રીશ્રી તેમજ ગળહમંત્રીશ્રી દ્વારા કદી ન કહેવાયેલી પાટીદારો સંબંધી વાતો એક ન્‍યુઝ ચેનલની પ્‍લેટ એટલે કે ઓનલાઇન પોસ્‍ટરમાં ગંભીર ચેડા કરીને મુકેલ, જે અનેક લોકોને એમણે ફોરવર્ડ પણ કરી હશે તથા જે ફેસબુક પોસ્‍ટ એમણે મૂકી છે એ પોસ્‍ટના કારણે  દેશના કરોડો નાગરિકો, ભાજપના કરોડો કાર્યકરો અને કરોડો પ્રખર સમર્થકોની લાગણી દુભાઈ છે. આ પોસ્‍ટના કારણે જાહેર શાંતિ જોખમાય તેવી આ ધૃણાસ્‍પદ ચેષ્ટાને ન સાંખી લેવાના હેતુસર હિરેનભાઇ કોટકે ગઈકાલે તારીખ ૨૮ નવેમ્‍બર ૨૦૨૨ ના રોજ સરખેજ પોલીસ સ્‍ટેશનમાં વાસુદેવ પટેલના વિરુદ્ધ એફ.આઇ.આર નોંધાવી હતી. જેના પગલે આજે ૨૯ નવેમ્‍બર ૨૦૨૨ ના રોજ વાસુદેવ પટેલની સરખેજ પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે. વાસુદેવ પટેલ આ પ્રકારની પોસ્‍ટ તેમજ ટીવી ડિબેટોમાં પણ ઝેર ફેલાવતી વાતો તથા લોકશાહી વિરુદ્ધનું તેમનું મંતવ્‍ય પ્રસ્‍તુત કરતા હોય છે, ત્‍યારે તેમણે આ પ્રકારની ગંદી ચેષ્ટા દ્વારા તેમની તમામ હદો ઓળંગી છે. ત્‍યારે તેમના ઉપર ફેસબુક તેમજ અન્‍ય કોઈપણ મંચ ઉપર તેમના ધળણા ફેલાવતા વિચારો પ્રગટ કરતા રોકવામાં આવે તથા કાયદા અનુસાર કાર્યવાહી કરી સજા ફટકારવામાં આવે તેવી દ્રઢ માંગ હિરેનભાઇ કોટકે કરી છે.

(1:24 pm IST)