Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

હાઇકોર્ટે સોલા પોલીસ સ્ટેશનના પીઍસઆઇ જે.ઍમ.ઝાલાને ખખડાવ્યા

કેસમાં વધુ પડતી ગંભીર કલમો ઉમેરવાના પ્રયાસની ભારોભાર ટીકા કરી

અમદાવાદ,તા.૩૦ : ચોરીના ૪૨ લાખ રૂપિયાના ઍક કેસમાં આરોપી વિરૂધ્ધ ખોટી રીતે કલમો ઉમેરવાના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સોલા હાઇકોર્ટ પોલીસમથકના પીઍસઆઇ જે.ઍમ.ઝાલાને ખખડાવ્યો હતો. હાઇકોર્ટે કેસની સુનાવણી દરમ્યાન ઍક તબક્કે ઍટલી ગંભીર અને માર્મિક ટકોર કરી હતી કે, આ તો પોલીસ સ્ટેશન છે કે રિકવરી સ્ટેશન..?? હાઈકોર્ટે કડક વલણ અપનાવતા કેન્દ્ર સરકાર પાસે પણ જવાબ માંગ્યો હતો.

કોર્ટે પીઍસઆઇઍ કઇ જાગવાઇ હેઠળ આ નવી ગંભીર કલમોનો ઉમેરો કર્યો અને શેના આધાર પર તે સહિતના મુદ્દે ખુલાસો કરવા રાજય સરકારને નિર્દેશ કર્યો હતો. જસ્ટિસ સમીર જે.દવેઍ આ સમગ્ર મામલે ડીસીપી ઝોન-૧ પાસેથી પણ સોલા હાઇકોર્ટ પોલીસમથકના પીઍઍસઆઇ ઝાલાની વર્તણૂંક અને કલમો ઉમેરવાના નિર્ણયને લઇ વિગતવાર રિપોર્ટ માંગ્યો છે.

હાઇકોર્ટે પોલીસના વલણની બહુ ગંભીર શબ્દોમાં આલોચના કરી હતી. ખાસ કરીને જે રીતે પોલીસે આ કેસમાં અંગત રસ લઇ વધુ પડતી ગંભીર કલમો ઉમેરી આરોપીને કેસમાં સજા થાય અને તેને કોઇપણ સંજાગોમાં જામીન ના મળે તે ­કારના કરાયેલા પ્રયાસની ભારોભાર ટીકા કરી હતી.

આરોપીની જામીન અરજીની સુનાવણી જસ્ટિસ સમીર જે.દવની કોર્ટમાં ચાલી રહી હતી ત્યારે હાઇકોર્ટના ધ્યાન પર બહુ ગંભીર સત્ય સામે આવ્યું હતુ કે, સોલા હાઇકોર્ટ પોલીસમથકમાં નોંધાયેલા આ ગુનામાં જયારે ઍફઆઇઆર નોંધાઇ ત્યારે તો માત્ર આઇપીસીની કલમ-૩૮૧ અને ૧૧૪ હેઠળ જ ફરિયાદ નોંધાઇ હતી પરંતુ પાછળથી સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના પીઍસઆઇ જે.ઍમ.ઝાલાઍ સક્ષમ કોર્ટ સમક્ષ આઇપીસીની કલમ- ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૪૦૫, ૪૬૮ અને ૪૭૧દ્ગટ ઉમેરો કરવા મંજૂરી માંગી હતી.

જેથી હાઇકોર્ટ ચોંકી હતી. જસ્ટિસ સમીર જે.દવેઍ સરકારી વકીલને પૂછ્યું હતુ કે, પીઍસઆઇઍ આટલી ગંભીર કલમો કાયદાની કઇ જાગવાઇ હેઠળ અને શેના આધાર પર ઉમેરવાનું પગલું લીધુ છે..? તેનો ખુલાસો કરો.

જસ્ટિસ સમીર દવેઍ ઍક તબક્કે પોલીસના આ પ્રકારના વર્તણૂંકને લઇ ઍટલે સુધી ગંભીર આલોચના કરી હતી કે, આ તો વળી પોલીસ સ્ટેશન છે..કે કોઇ રિકવરી સ્ટેશન..?? હાઇકોર્ટે આ સમગ્ર મામલે પીઍસઆઇ ઝાલાઍ કઇ જાગવાઇ હેઠળ ખોટી રીતે આ ­કારે કલમો ઉમેરવાનો નિર્ણય કર્યો તે સહિતના મુદ્દે ડીસીપી ઝોન-૧દ્ગચ બહુ મહત્ત્વનો આદેશ કર્યો હતો. હાઇકોર્ટે તા.૯જ્રાક ડિસેમ્બર સુધીમાં ખુલાસો સાથેનો વિગતવાર અહેવાલ રજૂ કરી દેવા પણ ડીસીપીને સ્પષ્ટ તાકીદ કરી હતી.

(4:37 pm IST)