Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

અમદાવાદ એરપોર્ટ પર ત્રણ મુસાફરો પાસેથી અંદાજે 13 કરોડનું 61 કિલો સોનુ ઝડપાયુ

મુસાફરોએ કમરપટ્ટામાં 23 કિલોની પેસ્‍ટ સંતાડતા કસ્‍ટમના અધિકારીઓ ચોંકી ગયા

અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ પર ત્રણ મુસાફરો પાસેથી 61 કિલો સોનુ ઝડપાયુ છે જેની અંદાજીત કિંમત 13 કરોડની થાય છે. આખરે આ સોનુ કોણે મોકલ્‍યુ ? ક્‍યાંથી આવ્‍યુ ? એ દિશામાં અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરાઇ છે.

વિદેશથી હવાઈ માર્ગે સોનુ લાવવાના અનેક પ્રયાસો કરવામાં આવે છે. જેમાં કસ્ટમ ઓફિસ દ્વારા મોટી કાર્યવાહી કરાતી હોય છે. આ વચ્ચે અમદાવાદ એરપોર્ટથી કરોડોનું સોનુ પકડાયું છે. મંગળવારે સવારે એર ઈન્ડિયાની ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. જેમાં ત્રણ મુસાફરો પાસેથી સોનુ મળી આવ્યુ હતું. ત્રણેય મુસાફરો મુંબઈ એરપોર્ટથી આવ્યા હતા. જેમની પાસેથી 61 કિલોનુ સોનુ મળી આવ્યું છે. આ સોનાની કિંમત અંદાજે 13 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, એર અરેબિયાની ફલાઈટમાં શારજહાથી વહેલી સવારે 3.50 કલાકે આવી હતી. ત્યારે ત્રણ મુસાફરો મેટલ ડિટેક્ટરમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે બીપનો અવાજ ાવ્યો હતો. જેથી કસ્ટમ વિભાગના ઓફિસરોએ બે મુસાફરોનુ ચેકિંગ કર્યુ હતું. જેમાં બે મુસાફરોએ કમરમાં પહેરેલા બેલ્ટમાં સોનાની 23 કિલોની પેસ્ટ મળી આવી હતી. આ જોઈને કસ્ટમના અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. 

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગેરકાયદે લાવવવામાં આવતા સોના પર મોટું ઓપરેશન હાથ ધરાયુ છે. જેમાં સ્થળ પર હાજર એર ઈન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ ત્રણ મુસાફરોની શંકાસ્પદ હિલચાલ જણાઈ હતી. જેથી તેઓની પૂછપરછ હાથ ધરાઈ હતી. અધિકારીઓએ સવાલો કરતા ત્રણેય મુસાફરો ગૂંચવાઈ ગયા હતા. ત્રણેય સવાલોના યોગ્ય જવાબો આપી શક્યા ન હતા. જેથી અધિકારીઓને વધુ શંકા ગઈ હતી. જેથી તેમને બેગની તપાસ કરવામાં આવી હતી. પરંતુ તેમની બેગમાંથી કંઈ મળ્યુ ન હતું. પરંતુ જેમ તેઓ મેટલ ડિટેક્ટરમાંથી પસાર થયા તો મશીનમાંથી બીપ અવાજ આવ્યો હતો. જેથી અધિકારીઓ સાવધ થઈ ગયા હતા. 

અધિકારીઓએ તપાસ કરતા મુસાફરોના બેલ્ટમાંથી 23 કિલોની સોનાની પેસ્ટ મળી હતી. જેની માર્કેટ કિંમત 13 કરોડ રૂપિયા થાય છે. ત્રણ મુસાફરો પાસેથી કુલ 61 કિલોનું સોનુ મળ્યુ હતું. આમ, અધિકારીઓએ હવે આ દિશામાં તપાસ શરૂ કરી કે, આખરે આ સોનુ કોણે મોકલ્યું, ક્યાંથી આવ્યું. 

ઉલ્લેખનીય છે કે, અખાતી દેશોમાં સોનુ સસ્તુ હોવાથી સોનાની દાણચોરીમાં વધારો થયો છે. એરપોર્ટ પર દર વર્ષે કરોડોના આંકડામાં સોનુ પકડાતુ હોય છે. કારણ કે, અખાતી દેશ અને ભારતમાં સોનાના ભાવમાં મોટો તફાવત છે.   

(5:29 pm IST)