Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

પાટણના કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલે ભાજપ પર નિશાન તાકતા એવુ નિવેદન કર્યુ કે હું કંઇ અમિતાભ બચ્‍ચન કે હેમા માલિની નથી કે તમે મને જોવા આવ્‍યાઃ વીડિયો વાયરલ

પાટણના અંબાજી નેળિયામાં યોજાયેલ પોતાની ચૂંટણી સભામાં ભાજપ પર ચાબખા માર્યા

પાટણઃ પાટણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલનો એક વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. તેમણે એવુ નિવેદન કર્યુ હતું કે, હું કોઇ જાદુગર નથી, હું કોઇ અમિતાભ બચ્‍ચન કે હેમા માલિની નથી કે તમે મને જોવા આવ્‍યા હોય તેમ કહી તેમણે ભાજપ પર પ્રહાર કર્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની 19 જિલ્લાની 89 બેઠકો પર પ્રચાર પડઘમ શાંત થઈ ચૂક્યા છે. ત્યારે પાટણમાં કોંગ્રેસના ઉમેદવારનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલનો આ વીડિયો વાયરલ થયો છે. કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલ સભામાં જનમેદની જોઈ બોલ્યા કે આપણે કોઈ જાદુગર નથી લાવ્યા...

પાટણ કૉંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલનો વધુ એક વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વાયરલ વીડિયોમાં કિરીટ પટેલના આડકતરી રીતે ભાજપ પર ચાબખા માર્યા હતા. જનમેદની જોઈ કિરીટ પટેલે જણાવ્યું કે આપણે કોઈ જાદુગર આવ્યો નથી. હું કંઈ અમિતા બચ્ચન નથી કે હેમામાલિની નથી કે તમે મને જોવા આવ્યા હોય. 

મહત્વનું છે કે, ભાજપના ઉમેદવારના પ્રચારમાં સ્ટાર પ્રચારકોને લઈ કિરીટ પટેલે ભાજપ પર પ્રહારો કર્યા હતા. પાટણનાં અંબાજી નેળિયામાં યોજાયેલ પોતાની ચુંટણી સભા દરમિયાન આડકતરી રીતે ભાજપ પર ચાબખા માર્યા હતા.

પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે  યોજાશે મતદાન

1 ડિસેમ્બરે 19 જિલ્લામાં મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો મતદાન કરશે. જેમાં 1 કરોડ 24 લાખ 33 હજાર 362 પુરુષ મતદારો મતદાન કરશે અને 1 કરોડ 15 લાખ 42 હજાર 811 મહિલા મતદારો મતદાન કરશે.

(5:33 pm IST)