Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

બહેરામપુરામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ રોડ-શો યોજ્યો

 ખાડિયા-જમાલપુર બેઠકના ઉમેદવાર ભૂષણ ભટ્ટ સાથે જે.પી. નડ્ડાએ ભવ્ય રોડ-શો યોજ્યો. : ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા

અમદાવાદ :  ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાનો પ્રચાર બરાબરનો જામ્યો છે. અમદાવાદના બહેરામપુરામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ રોડ-શો યોજ્યો છે. ખાડિયા-જમાલપુર બેઠકના ઉમેદવાર ભૂષણ ભટ્ટ સાથે જે.પી. નડ્ડાએ ભવ્ય રોડ-શો યોજ્યો હતો .. જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું ઠેર-ઠેર ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું. આ રોડ-શો દરમિયાન ભગવા ઝંડાઓથી કેસરિયો માહોલ સર્જાયો હતો

(7:03 pm IST)