Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

અલ્પેશ ઠાકોરે ગેનીબેનનું નામ લીધા વગર કહ્યું કે જે ભાઇના પીઠ પાછળ ઘા કરે છે એવી બહેન ન જોઇએ

 અલ્પેશ ઠાકોરે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરના સમર્થનમાં જનસભા સંબોધી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર સામે નિશાન સાધ્યું.

અમદાવાદ :  બનાસકાંઠાના વાવના અબાળા ગામે અલ્પેશ ઠાકોરે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરના સમર્થનમાં જનસભા સંબોધી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર સામે નિશાન સાધ્યું. અલ્પેશ ઠાકોરે ગેનીબેનનું નામ લીધા વગર જણાવ્યું કે જે ભાઇના પીઠ પાછળ ઘા કરે છે એવી બહેન ન જોઇએ.

 અલ્પેશ ઠાકોરે કહ્યું કે કોંગ્રેસ ડરી ગઇ હોવાથી તેના ધારાસભ્યો અમારા વિશે એલફેલ બોલે છે. અલ્પેશે આડકતરી રીતે ચીમકી આપતા કહ્યું કે બધા મર્યાદામાં જ રહેજો. અઠવાડિયા પછી ભાજપની જ સરકાર આવવાની છે ત્યારે તમને જોઇ લઇશું. મારી સહનશીલતાને અમારી નબળાઇ ન સમજો. આ તમારું કોંગ્રેસનું શાસન નથી કે ગુંડાઓનું રાજ ચાલે

(7:05 pm IST)