Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

મહેસાણામાં કોંગ્રેસની સભા વેળાએ આખલો ઘૂસવાની ઘટનામાં ચીફ ઓફિસરએ તપાસના આદેશ આપ્યા 

સભા પૂરી ન થાય ત્યાં સુધી ઢોર પકડતી ટીમ શા માટે ઊભી ના રહી? તેનો જવાબ પણ માગવામાં આવ્યો

અમદાવાદ :  મહેસાણામાં કોંગ્રેસની સભા દરમિયાન આખલો ઘૂસવાની ઘટનામાં તપાસના આદેશ અપાયા છે. મહેસાણા નગરપાલિકાના ચીફ ઓફિસરે તપાસના આદેશ આપ્યા છે. સાથે જ ઢોર પકડતી ટીમને નોટિસ પાઠવવામાં આવી છે.  સભા પૂરી ન થાય ત્યાં સુધી ઢોર પકડતી ટીમ શા માટે ઊભી ના રહી? તેનો જવાબ પણ માગવામાં આવ્યો છે. ચીફ ઓફિસરે શાખા અધિકારી પાસેથી સમગ્ર બાબતનો રિપોર્ટ માગ્યો છે.

  વિપક્ષના નેતાએ રજૂઆત કરી હતી કે સીએમ અશોક ગેહલોતની પ્રોટોકોલ વ્યવસ્થામાં ચૂક થઈ છે. મહત્વનું છે કે ગત 28 નવેમ્બરના રોજ કોગ્રેસની સભામાં આખલો ઘૂસી ગયો હતો.  જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે આ આખલો ભાજપે મોકલ્યો હતો.

(8:54 pm IST)