Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

જામનગરની 5 વિધાનસભા બેઠકના 1289 કેન્દ્ર પર મતદારો પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે

1289 મતદાન કેન્દ્રો પર EVM અને વીવીપેટની વ્યવસ્થા : 3800થી વધુ સરકારી કર્મચારીની ગોઠવણી: 2900થી વધારે પોલીસ જવાન અને હોમગાર્ડ બંદોબસ્તમાં તૈનાત કરાયા

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન અંતર્ગત જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન યોજાશે. જામનગરની 5 વિધાનસભા બેઠકના 1289 કેન્દ્ર પર મતદારો પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે. જેને લઈ વહીવટી તંત્રએ તમામ વ્યવસ્થાઓ ગોઠવી છે. 1289 મતદાન કેન્દ્રો પર EVM અને વીવીપેટની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.  જો કોઈ EVM બગડે તેવા સંજોગોમાં તાત્કાલિક બદલી શકાય તે માટે વધારાના EVMની પણ ફાળવણી કરવામાં આવી છે. તો 3800થી વધુ સરકારી કર્મચારીની ગોઠવણી કરાઈ છે. જ્યારે 2900થી વધારે પોલીસ જવાન અને હોમગાર્ડ બંદોબસ્તમાં તૈનાત કરાયા છે.

 જામનગરની 5 બેઠક પર 66 ઉમેદવાર મેદાનમાં છે. જામનગર જિલ્લામાં મોટાભાગે ભાજપ-કોંગ્રેસની સીધી ટક્કર છે. તો કેટલીક બેઠક પર આપ લડાઈના મેદાનમાં છે, જ્યારે એક બેઠક પર બસપા પણ મેદાનમાં છે.

(9:06 pm IST)