Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

જય શ્રી કૃષ્ણ, 27 વર્ષ ખૂબ જ કહેવાય, નહીં? આ વખતે બદલી જુઓ: અરવિંદ કેજરીવાલે ગુજરાતીમાં મતદારોને કરી અપીલ

 ગુજરાતની પ્રજાને મત માટે રિઝવવા માટે પહેલી વખત ગુજરાતની જનતાને ગુજરાતીમાં સંદેશ આપ્યો:એક વિડીયો શેર કર્યો

અમદાવાદ :  આવતી કાલે જ્યારે પ્રથમ તબક્કાનું મતદાન થવા જઇ રહ્યુ છે. ત્યારે રાજ્યમાં સત્તા પક્ષ ભાજપને સીધી ટક્કર આપવા માટે આવેલી આમ આમદી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીનો ગુજરાતની જનતા માટે એક મહત્વપૂર્ણ સંદેશ રજૂ કર્યો છે. જ્યારે અત્યાર સુધી કેજરીવાલ હિન્દીમાં બોલતા જોવા મળી રહ્યા છે. પરંતુ ગુજરાતની પ્રજાને મત માટે રિઝવવા માટે પહેલી વખત ગુજરાતની જનતાને ગુજરાતીમાં સંદેશ આપ્યો છે. તેમણે એક વિડીયો શેર કર્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે

જય શ્રી કૃષ્ણ,

27 વર્ષ ખૂબ જ કહેવાય, નહીં? આ વખતે બદલીને જુઓ.

પરિવર્તન જીવનનો નિયમ છે.

વૃક્ષ પણ પોતાના પાંદડા દર વર્ષે બદલી નાખે છે.

એકવાર આમ આદમી પાર્ટીને એક મોકો આપો.

હું તમારો વિશ્વાસ કદી નહીં તૂટવા દઉં.

આબોહવા પણ બદલાઈ રહી છે, ઠંડી પણ વધી રહી છે, ઘરે સૌનું ધ્યાન રાખજો.

 

જય શ્રી કૃષ્ણ

અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલે AAPના સંયોજક અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં રોડ શો યોજશે. ગુજરાતની ચૂંટણીમાં જંપલાવી રહેલી આમ આદમી પાર્ટીના નેતાઓએ બીજા તબક્કાની 93 બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.જેને લઈને આવતીકાલે તેઓ ગુજરાતમાં મતદારોને રીઝવવા આવનાર છે. આ દરમિયાન તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ભાગ લેશે.

(10:39 pm IST)