Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

નર્મદા જિલ્લા માં નાંદોદ અને દેડીયાપાડા બેઠક માટેની જાણકારી

નર્મદા   :  149- ડેડીયાપાડા બેઠક ની માહિતી..
(1)    149- ડેડીયાપાડા  બેઠક માટે પણ 309 મતદાન મથકો છે.
કુલ મતદારો 2,18000 મતદારો છે
(2) : જીલ્લા માં બે વિધાન સભાઓ પ્રમાણે જાતિવાર સમીકરણ માં સૌથી વધુ આદિવાસી વસ્તી, લુહાર, મિસ્ત્રી, દલિત, મુસ્લિમ સામાન્ય ઘણા ઓછા
જાતિઓ                ડેડીયાપાડા વિધાન સભા
આદિવાસી                  1,91 798            84 %
બક્ષીપંચ                        15,070            07 %
સામાન્ય                         10,130            05 %
અનુ.જાતિ                            502            02  %
અન્ય                                   500           02  %
કુલ મતદારો                    218000         100 %
(4) 2017 ના વિજેતા ઉમેદવારની  પ્રોફાઈલ
હાલના ધારાસભ્ય ધારાસભ્ય નું નામ - મહેશભાઈ છોટુભાઈ વસાવા
 પક્ષ - બીટીપી ----2017 માં બીટીપી અને કોંગ્રેસ નું ગઠબંન્ધન હતું એટલે કોંગ્રેસ ના ઉમેદવાર ના હતા    
વ્યવસાય -ખેતી  અને રાજકારણ  
રહેવાસી -માલજીપુરા -તા-ઝગડીઆ

નામ - મોતીલાલ વસાવા  (રહેવાસી ડેડીયાપાડા ) પક્ષ : ભાજપ
અભયાસ : M.COM   વ્યવસાય : ખેતી અને રાજકારણ
બીટીપી અને કોંગ્રેસના ગઠબંધને કારણે 2017 માં 21,751 મત થી હાર થઇ હતી.  

(5)  2017 ની ચૂંટણી ની માહિતી।....

ડેડીયાપાડા  બેઠક પર હાલ ધારાસભ્ય તરીકે મહેશભઇ વસાવા 2017માભાજપ  ના મોતીસિંહ વસાવા સામે 21751 મતે વિજયી નિવળ્યા હતા. અને તેનુ મુખ્ય કારણ કોંગ્રેસ અને બીપીટીપી નું ગઠબંન્ધન હતું  જેનો ફાયદો બીટીપી ને થયો હતો,2017  માં મોતીસિંહ વસાવા -ભાજપ ને કુલ61275   મત  મળ્યા હતા અને મહેશભાઈ વસાવા બીટીપી ને 83026 મત મળતા તેઓ 21751 મત થી વિજેતા બન્યા હતા.
(6)  2022 માં ચૂંટણી લડતા કોંગ્રેસ ભાજપ ના ઉમેદવારોની પ્રોફાઈલ
(1) હીતેશ દેવજીભાઈ વસાવા   પક્ષ - ભાજપ
અભ્યાસ : 12 પાસ    વ્યવસાય : ખેતી અભ્યાસ
ભાજપ માં બે જૂથો વચ્ચે અને આયાતી ઉમેવાર ને લઈને ચાલતા વિરોધ વચ્ચે નિર્વિવાદ યુવા ચહેરો હિતેશ વસાવા ને ભાજપે મેદાનમાં ઉતાર્યો છે. જોકે બહુ રાજકારણ નો અનુભવ નથી પરંતુ કોઈ વિરોધ નથી તેમના પિતા પૂર્વ ડેડીયાપાડા સરપંચ રહી ચુક્યા છે અને હાલ તેમની માતા સરપંચ છે.
(2) જેરમાબેન વસાવા   પક્ષ - કોંગ્રેસ
અભ્યાસ - MA, MSW     વ્યસાય -વ્યવસાય અને  સામાજિક કાર્યકર
જેરમાબેન વસાવા પૂર્વ જિલ્લા પંચાયત અધ્યક્ષ રહી ચુક્યા છે અને 4000 થી વધુ બહેનો નું સંઘઠન સાથે વિવિધ વ્યવસાયિક અને સામાજિક પ્રવુતિ કરે છે. કોંગ્રેસના પીઢ અને સંઘઠન માં ખુબ સિનિયન નેતા હોય આ બેઠક પાર મજબૂત નેતા છે. પરંતુ માટેના વિભાજન માં કોની જીત પાકી છે એ નક્કી કહી શકાય નહીં.(148) નાંદોદ વિધાનસભા ની બેઠક (આ.જા જ )  ની માહિતી
(1)  નર્મદા જિલ્લા માં 148- નાંદોદ બેઠક માટે 309 મતદાન મથકો રાખવામાં આવ્યા છે
પુરુષ મતદારો -    1,13,100
મહિલા મતદારો - 1,02,723  
નવા મતદારો - 15.177
કુલ મતદારો - 2,31000
(2) જાતિવાર સમીકરણ
જ્ઞાતિ ગણિત જોઈએ તો -તડવી -31 % ,વસાવા 30 % ,ભીલ 11 % ,પાટીદાર 06 %
જાતિઓ         નાંદોદ વિધાનસભા        
આદિવાસી          1,29,000          58 %        
બક્ષીપંચ               26,500          11   %                
સામાન્ય               45,500           18 %    
અનુ.જાતિ             14,500           06 %        
અન્ય                    15500           07 %    
કુલ મતદારો       2,31000          100 %  

(3) નાંદોદ વિધાન સભાની માહિતી :
આદિવાસી ગણાતા નર્મદા જિલ્લા ની બે બેઠક પૈકી 148 નાંદોદ વિધાનસભા બેઠક ના ધારાસભ્ય
નામ - પી.ડી.વસાવા        પક્ષ -કોંગ્રેસ   રહેવાસી -ભુછાડ તા-નાંદોદ
વ્યવસાય -ખેતી  અને કોલેજમાં પ્રોફેસર , ચાલુ નોકરી થી જ 1977 રાજકારણ માં સક્રિય ધારાસભ્ય તરીકે સીધા ચૂંટાયા અને 6 ટર્મ રહ્યા ,
2017 માં કોંગ્રેસના ઉમેદવાર પી.ડી.વસાવા એ ચાલુ વન મંત્રીને હરાવ્યા હતા.
નામ - શબ્દ શરણ  તડવી  પક્ષ  - ભાજપ
વ્યવસાય ખેતી . ગરુડેશ્વર તાલુકાના ડેકાઇ ગામના રહીશ પણ હાલ તેઓ કેવડિયા કોલોનીમાં રહે છે
તાલુકા પંચાયત નાંદોદ ના પ્રમુખ તરીકે નિયુક્તિ, આદિજાતિ મોર્ચા સહીત ની અનેક સંઘઠન ની જવાબદારી નિભાવી ત્યારબાદ 2012 માં ભાજપે ટિકિટ જીત્યા અને સીધા રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી બન્યા જોકે સ્થાનિક ભાજપના આંતરિક વિરોધમાં 2017 માં શબ્દશરણ તડવી 6374 મતો થી હાર્યા
(4)  2017 ની ચૂંટણી ની પરિસ્થિતિ  :  
નાંદોદ બેઠક પર હાલ ધારાસભ્ય તરીકે  પી.ડી.વસાવા  2017 મા બીજેપી  ના શબ્દશરણ તડવી   સામે  માત્ર 6374  મતે વિજયી નિવળ્યા હતા.
પી.ડી.વસાવા ને 81849 મત અને શબ્દશરણ તડવી ને 75520 મત મળ્યા  હતા
(5) નાંદોદ વિધાન સભાની ચૂંટણી 2022 લડતા ઉમેદવારો ની પ્રોફાઈલ
(1) ડો.દર્શનાબેન ચંદુભાઈ  દેશમુખ  પક્ષ - ભાજપ
શિક્ષણ : MD - ગાયનેક રહેવાનું - રાજપીપલા  (સરકારી નોકરી છોડી, પોતાનું દવાખાનું હાલ દિવ્ય યોગી હોસ્પિટલ ચલાવે છે)
ભાજપના પાયાના કાર્યકર અને પૂર્વ ભરૂચ સાંસદ ચંદુભાઈ દેશમુખ ની દીકરી
તેમના ભાઈ ડો.રવિ દેશમુખ સઁઘના કાર્યકર : સંઘ દ્વારા પસંદગી કરી મહિલા આગેવાન ને ટિકિટ આપવામાં આવી
(2) હરેશભાઇ જયંતીભાઈ વસાવા    પક્ષ - કોંગ્રેસ
શિક્ષણ : B. A,  DPed    રહેવાનું - સુંદરપુરા તા. નાંદોદ જી.નર્મદા
વ્યવસાય : ખેતી અને બિઝનેશ
કોંગ્રેસના પાયાના કાર્યકર અને કોંગ્રેસ જિલ્લા ઉપ પ્રમુખ જયંતીભાઈ વસાવા નો પુત્ર, યુથ કોંગ્રેસની શરૂઆત થઇ ત્યારથી રાજકારણમાં સક્રિય 2000 ની સલમા છોટાઉદેપુ લોકસભા યુથ કોંગ્રેસના પ્રમુખ રહી ચુક્યા છે અને 2007 માં કોંગ્રેસે ટિકિટ આપતા ચૂંટણી લડ્યા જોકે તેઓ 3000 મતોથી હાર થઇ યુવા પ્રભુત્વ ધરાવતા હોય આ વર્ષે કોંગ્રેસે સીટિંગ ધારાસભ્ય પી.ડી.વસાવા ને કાપી ને હરેશ વસાવા ને ટિકિટ આપી છે

(11:28 pm IST)